Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

બિગ બી ફરીવાર બનાવશે કરોડપતિ :કૌન બનેગા કરોડપતિ શો ની 11મી સીઝનનું રજીસ્ટ્રેશન શરુ

મુંબઈ :સોની ટીવીનો લોકપ્રિય ક્વિઝ શૉ ‘કૌન બનેગા કરોડપતિ’ ટૂંક સમયમાં પરત ફરી રહ્યો છે. બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આ શૉની 11મી સીઝન લઇને આવી રહ્યાં છે. આ અંગેની જાણકારી બિગ બીએ પોતે પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આપી છે.

અમિતાભ બચ્ચને ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, ‘આદર, આદાબ, અભિનંદન, આભાર! અમિતાભ બચ્ચન પ્રસ્તુત કરવાનો છું. આ ૨૦૧૯ વરસનો નવો અભિયાન… ‘કૌન બનેગા કરોડપતિ…. કેબીસી’ બહુ જલદી જ તમારા ઘરોમાં જોવા મળશે.

   કેબીસીમાં સામેલ થવા માંગતા ઇચ્છુક દર્શક કેબીસીની લિંક https://kbcliv.in/online-registration પર રજીસ્ટ્રેશ કરાવી શકો છો. રજીસ્ટ્રેશન પુરુ થવાની જાણકારી તમારા ઇમેલ અથવા તો એસએમએસ દ્વારા તમારા રજીસ્ટર્ડ ફોન નંબર પર મોકલવામાં આવશે. તે બાદ કેબીસીની ટીમ કન્ટેસ્ટન્ટ્સને શોર્ટ લિસ્ટ કરશે. તે પછી અલગ-અલગ શહેરોમાં ઓડિશન કરવામાં આવશે. સાથે જ કન્ટેસ્ટન્ટનો વીડિયો ટેસ્ટ પણ લેવામાં આવશે.

(10:10 pm IST)