Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

રણબીરને જોઇને ડાયલોગ્સ પણ ભુલી જાય છે આલિયા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચેની રિલેશનશીપ હવે કોઇથી અજાણી નથી. આલિયાની રણવીર સિંહ સાથેની ગલીબોય રિલીઝ થઇ ચુકી છે. હવે તેની રણબીર કપૂર સાથેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ આવવાની છે.  આલિાયએ કહ્યું હતું કે તે જ્યારે પણ રણબીરને એકટીંગ કરતો જુએ છે ત્યારે તે તેનામાં ખોવાઇ જાય છે અને સતત તેને જોતી જ રહે છે. પોતે જ્યારે તેની સાથેના દ્રશ્યોનું શુટીંગ કરતી હોય છે ત્યારે તે પોતાના ડાયલોગ્સ પણ ભુલી જાય છે. આલિયાએ કહ્યું હતું કે રણબીરની આંખો બેહદ પ્રમાણિક અને સાદી છે. આલિયાએ નિતુ કપૂર અને ઋષિ કપૂર વિશે પણ વાતો કરી હતી. નિતુ કપૂરને કારણે જ રણબીર હમેંશા ખુશમિજાજ રહે છે. ઋષિજી સાથે હું જ્યારે સમય વિતાવુ છું ત્યારે મને ખુબ મજા આવે છે. આલિયા કરણ જોહરની ફિલ્મ તખ્ત પણ કરી રહી રહી છે.

 

(9:43 am IST)