Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

તેજસ વર્માને સોશિયલ મીડિયા ઉપર શિલ્પા-ગીતા ફોલો કરે છે

સુપર ડાન્સર-૩નો તેજસ વર્મા નાનો સેલિબ્રિટીઃ તેજસે ડાન્સ કોરીઓગ્રાફર પ્રભુદેવા, રેમો તેમજ બોલિવુડ વરૂણ ધવન, ટાઈગર જેવા કલાકારોની સાથે કામ કર્યું છે

અમદાવાદ,તા.૧૮: ૯ વર્ષના મુંબઈવાસી તેજસ વર્માએ સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ઉપર પ્રસારીત થતા સુપર ડાન્સર-૩ માં ટોચના ૧૨માં ગૌરવપૂર્ણ સ્થાન હાંસલ કર્યુ છે. નાનકડો તેજસ ખૂબ જ પ્રતિભાશાળી અને સ્વાભાવિક ડાન્સર છે, તેના સુપર મુવ્ઝથી નિર્ણાયકો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે. તેજસ તેની રીતે જ એક નાનો સેલિબ્રિટી બની ગયો છે. સોશીયલ મીડિયા ઉપર તેજસનો મોટો ચાહક વર્ગ તેને અનુસરી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેના ૮ હજારથી વધુ ફોલોઅર્સ છે. શિલ્પા શેટ્ટી અને ગીતા કપૂર તે તાજેતરના સેલિબ્રીટીઓ છે કે જેઓ તેને તેની પ્રતિભાને જોઈને અને આ શો ની લોકપ્રિયતાને જોઈને તેને ફોલો કરી રહ્યા છે.

તેજસ વર્માએ નાની ઉંમરે જ, તેણે બોલિવુડના ડાન્સ ચાહકોમાં પોતાનુ નામ બનાવ્યુ છે. તેજસે ડાન્સ કોરીઓગ્રાફર જેવા કે પ્રભુદેવા અને રેમો ડિસોઝા સાથે પણ કામ કર્યુ છે. તેણે વરૂણ ધવન અને ટાઈગર શ્રોફ જેવા કલાકારો સાથે પણ પર્ફોમ કર્યુ છે. તેના ગુરૂ તુષાર શેટ્ટીએ કબૂલ્યુ કે, તેણે દરેકને તેની પ્રતિભાથી પ્રભાવિત કરી દીધા છે અને તેઓ બધા જ તેના ચાહક છે. સેટ ઉપરના સૂત્રો ઉપરથી જાણવા મળ્યુ છે કે, તેજસના ઈન્સ્ટાગ્રામ ઉપર આઠ હજારથી પણ વધારે ફોલોઅર્સ છે અને તેના ચાહકો તેને શુભેચ્છા અને આશીર્વાદનો વરસાદ વરસાવે છે. નિર્ણાયકોને ખુશી સાથે એ જાણીને આશ્ચર્ય થયુ હતુ કે, તેને ફોલો કરનારા ચાહકો પણ છે. જયારે શિલ્પા અને ગીતા બંન્નેએ તેમના ફોન ચેક કર્યા કે તેની પ્રોફાઈલ જુએ, ત્યારે તેમણે તરતજ તેને અનુસરવાની શરૂઆત કરી હતી અને તેમના ફોલોઅર્સની સંખ્યા તરતજ વધી ગઈ હતી. આમ, નાનકડો તેજસ તેના ડાન્સ અને કૌશલ્યને લઇ હાલ લોકપ્રિયતાનો ગ્રાફ ઉંચે લઇ જઇ રહ્યો છે.

(9:44 pm IST)
  • કોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક પટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ કહ્યું કે રાષ્ટ્ર મંચના પ્રતિનિધિ તરીકે મમતા બેનર્જીની રેલીમાં જઈશ ; શત્રુઘ્નસિંહાએ કહ્યું કે હજુ સુધી પાર્ટી પ્રત્યે મારી વફાદારી પર સવાલ કરી શકાય નહીં,હું ભાજપમાં ત્યારે સામેલ થયો હતો જયારે તે બે સાંસદની પાર્ટી હતી access_time 1:18 am IST

  • યોગી સરકારે ગરીબોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરીઃ બધા પ્રકારની સરકારી નોકરીઓમાં લાગુ થશે. ગુજરાત,ઝારખંડ પછી હવે યુપી ત્રીજુ રાજ્ય બન્યું છે જેણે ૧૦% અનામતની માંગણી સ્વીકારી લીધી છે. access_time 3:40 pm IST