Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર પર યૌન શોષણ લાગ્યો આરોપ

મુંબઈ:ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર પર યૌન શોષણ મામલે એક લેખિત ફરિયાદ નોંધાઇ હોવાનો મામલો સામે આવ્યો છે. સૂત્રો મુજબ એક મહિલાએ મુંબઈ ખાતે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ભૂષણ કુમાર સામે જાતીય સતામણીની લેખિત ફરિયાદ કરી છે. નોંદનીય છે કે આ પહેલા ભૂષણ કુમારે પણ તેમના પર લગાવવામાં આવેલ જાતીય સતામણીના આરોપો સામે એક અજાણી મહિલા સામે મુંબઇના અંબોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ઉપરાંત ભૂષણ કુમાર પર લગાવવામાં આવેલ આરોપ સામે ભૂષણની પત્ની અને ડારેક્ટર દિવ્યા ખોસલાએ પણ ટ્વિટ કર્યું હતું અને તેમના પતિને નિર્દોષ બતાવ્યા હતા.તેમને લખ્યુ હતું કે,’મારા પતિ ટી-સીરીઝ કંપનીના માલિક છે જેને સંપૂર્ણ મહેનત અને લગન સાથે આજે આ મુકામ પર લાવવામાં આવી છે,જ્યારે લોકો ભગવાન કૃષ્ણ સામે પણ ઉભા થયા હતા. જોકે #MeToo કેમ્પેન સમાજમાંથી અયોગ્ય વ્યક્તિઓનો સફાયો કરી રહ્યો છે પરંતુ કેટલાક લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યાં છે, પરંતુ તેમ છતાં હું મારા પતિના સાથે છું જે તેમના પિતાનું સપનું સાકાર કરી રહ્યાં છે, પરંતુ મને અફસોસ છે કે અમુક લોકો કોઇ પણ આધાર અને પુરાવા વગર તેમના પર આરોપ લગાવી રહ્યાં છે.’તેમને જણાવી દઈએ કે આ પહેલા ટ્વિટર પર એક અજાણી મહિલાએ #MeToo અભિયાન હેઠળ ભૂષણ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના પ્રોડક્શન હાઉસની ત્રણ ફિલ્મોના ગીત ગાવા બદલ કુમારે તેમની સાથે યૌન સંબંધ બનાવવા ક્હ્યું હતું. મહિલાએ આગળ કહ્યું હતું કે જ્યારે મે, કુમારના પ્રસ્તાવને અસ્વિકાર કર્યો તો મને ભૂષણ તરફથી કરિયર બર્બાદ કરવાની ધમકીઓ મળી હતી.

 

(5:35 pm IST)
  • રાજસ્થાનમાં ખેડૂતોના દેવામાફી મામલે મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા વચ્ચે વાક્યુદ્ધ : વિરોધપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાએ દેવામાંફીને લંગડા આદેશ કહેતા ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોટએ મોરચો સાંભળ્યો : ગેહલોટએ કહ્યું કે લંગડી વિચારવાળા જ ખેડૂતોના દેવામાંફીને લંગડા આદેશ કહી શકે છે access_time 12:44 am IST

  • કાલથી કાશ્મીરમાં ફરી બરફવર્ષા : હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ તા.૧૯ થી ૨૧ (શનિથી સોમ) દરમ્યાન ફરી બરફ વર્ષા થશે. નવા વર્ષની શરૂઆતના દિવસોથી જ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. પ્રવાસીઓને જલ્સા પડી ગયા છે તો સ્થાનીય લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છેે. કાશ્મીરમાં બરફવર્ષાની અસરથી આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ઠંડીમાં ફરી વધારો થાય તેવી સંભાવના છે. access_time 3:15 pm IST

  • કોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક પટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST