Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ટોટલ ધમાલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ચાહકો

અજય દેવગણની કોમેડી ફિલ્મ ટોટલ ધમાલની દર્શકો રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં અજય સાથે એક હોલીવૂડ સ્ટાર પણ છે. હોલીવૂડ સેન્સેશનના નામથી જાણીતી વાનર ક્રિસ્ટલ પણ જોવા મળશે. ક્રિસ્ટલ  હોલીવૂડની બ્લોક બસ્ટર ફિલ્મો હેંગઓવર-૨, જોર્જ ઓફ ધ જંગલ, નાઇટ એટ ધ મ્યુઝિયમમાં કામ કરી ચુકી છે. ફિલ્મમાં ક્રિસ્ટલનો મહત્વનો રોલ છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એક પોસ્ટરમાં અજય દેવગણ ચશ્મા અને ગળામાં રૂમાલ સાથે દેખાય છે. જ્યારે ક્રિસ્ટલ તેના ખભા પર બેઠેલી દેખાય છે. અનિલ કપૂર, માધુરી દિક્ષીત, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, સંજય મિશ્રા, પિતોબાશ સહિતના કલાકારોનો કાફલો જોવા મળશે.ધમાલ અને ડબલ ધમાલમાં સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં હતો. ટોટલ ધમાલમાં એ રોલ અજય દેવગણ નિભાવી રહ્યો છે. ૨૨મી ફેબ્રુઆરીથી આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. 

 

(9:35 am IST)