Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

અરશદ વધુ એક વખત ગંભીર ભુમિકામાં દેખાયો

અભિનેતા અરશદ વારસીનું નામ પસંદગીના અને નોંધપાત્ર અભિનેતાઓમાં સામેલ છે. મોટે ભાગે અરશદ કોમેડી ફિલ્મોને કારણે વધુ જાણીતો છે. ખાસ કરીને તેની ગોલમાલ સિરીઝ દર્શકોને પેટ પકડી હસવા મજબૂર કરી દે છે. પણ હવે લાંબા સમય પછી અરશદ ગંભીર ભુમિકામાં જોવા મળ્યો છે. તાજેતરમાં ઓનલાઇન રિલીઝ થયેલી ભૂમિ પેડનેકરની મુખ્ય ભુમિકાવાળી ફિલ્મ દૂર્ગામતિમાં અરશદ અલગ જ રોલમાં દેખાયો છે. વેબ સિરીઝ અસૂરમાં પણ અરશદે ગંભીર અધિકારીની ભુમિકા નિભાવી દર્શકોને ખુશ કરી દીધા હતાં. હવે અસૂરની બીજી સિઝન પણ તે કરી રહ્યો છે. અક્ષય કુમાર અને ક્રિતી સેનનની ફિલ્મ બચ્ચન પાંડેમાં પણ અરશદ મહત્વના રોલમાં છે. તેણે કહ્યું હતું કે અક્ષય કુમાર જેવી કોમેડી કોઇ કરી શકે નહિ, તે કોમેડીમાં કમાલ કરી દે છે. હું પોતે તેનો મોટો ચાહક છું. બચ્ચન પાંડે આવતા વર્ષે રિલીઝ થશે. અક્ષયની આ પણ એક બહુપ્રતિક્ષીત ફિલ્મ છે.

(9:32 am IST)