Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

આર્મી ઓફિસરનો રોલ નિભાવી ખુશ છે અમિત

અમિત સાધ હાલના દિવસોમાં વેબ સિરીઝમાં વધુ સક્રિય થયો છે. એક પછી એક જબરા રોલ તે નિભાવી રહ્યો છે અને ચાહકોમાં સતત પ્રસંશા મેળવી રહ્યો છે. હવે તે 'જિદ' નામની વેબ સિરીઝમાં આર્મી ઓફિસરનો રોલ નિભાવી રહ્યો છે.  જિદની કહાની કારગિલ યુધ્ધના હીરો મેજર દિપેન્દ્રસિંહ સેંગરની અસલી જિંદગી પર આધારીત છે. આ સિરીઝમાં દર્શકોને જબરદસ્ત એકશન દ્રશ્યો પણ જોવા મળવાના છે. અમિત સાધે કહ્યું હતું કે મારી કારકિર્દીની આ નિર્ણાયક પળ છે. એક માનવીના દ્રઢ વિશ્વાસ અને દ્રઢ સંકલ્પની કહાની છે. કારગિલ યુધ્ધના હીરો દિપેન્દ્રસિંહ સેંગરની આ કહાની છે. મને ખુશી છે તેમની સફરને એક વેબ સિરીઝનું રૂપ અપાયું છે. દર્શકો દરેક બાબતો અને ટર્નિંગ પોઇન્ટથી રૂબરૂ થશે. ઝીફાઇવ પરની આ સિરીઝથી બોની કપૂર પણ ડિજીટલ દુનિયામાં એન્ટ્રી કરી રહ્યા છે. સુશાંત સિંહ અને અમૃતા પુરીનો પણ મહત્વનો રોલ છે. નિર્દેશન વિશાલ મેંગલોરકરે કર્યુ છે. ૨૨ જાન્યુઆરીએ આ સિરીઝ અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થશે.

(9:32 am IST)