Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

પૂજાએ પુરૂ કર્યુ પહેલા શેડ્યુલનું શુટીંગ

અભિનેત્રી પૂજા હેગડે પાસે મોટી ફિલ્મો છે. હાલમાં તે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં કામ કરી રહી છે. જેનું શુટીંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં તે રણવીરસિંહ સાથે પહેલી વખત કામ કરી રહી છે. પૂજા પાસે બીજી ફિલ્મના શેડ્યુલ પણ હાથ પર છે. તેણે સર્કસના પહેલા શેડ્યુલનું શુટીંગ મુંબઇમાં પુરૂ કર્યુ હતું. હવે પછી તે હૈદરાબાદ શુટીંગ માટે જશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ફરીથી સર્કસના શુટીંગમાં જોડાશે. નવેમ્બરના અંતમાં સર્કસના પહેલા શેડ્યુલનું કામ પુરૂ કર્યુ હતું. તેની પાસે અન્ય ફિલ્મોમાં પ્રભાસ સાથેની રાધેશ્યામ, સલમાન ખાન સાથેની કભી ઇદ કભી દિવાલી છે. આ ઉપરાંત મોસ્ટ એલિજિબલ બેચલરમાં તે અખિલ અક્કિનેકર સાથે મુખ્ય ભુમિકા નિભાવી છે. કોરોના કાળમાં પણ ભરપુર કામને કારણે પૂજા અત્યંત ખુશ છે. તે સતત તારીખો મુજબ શુટીંગ કરી રહી છે.

(9:32 am IST)