Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કેમેરા સામે ખુશી મળી છેઃ જહાનવી

જહાનવી કપૂર નવી ફિલ્મોને કારણે સતત ચર્ચામાં છે. તેણે કહ્યું હતું કે મહિલાઓના સ્વાભાવિક રૂપને બતાવવા માટે વધુ પાત્રો હોવા  જોઇએ. કબિરસિંહ અને જોકર ફિલ્મના ફિમેલ વર્ઝન બનવા જોઇએ. સમય બદલાઈ રહ્યો છે, પરંતુ મને હજી પણ લાગે છે કે મહિલાઓ માટે આપણેે થોડી વધુ ભૂમિકાની જરૂર છે. જો હું શ્રેષ્ઠ પાત્ર વિશે વાત કરૃં તો નૂતનજીની બંદિની વિશે વિચારી શકુ છુ. મહિલાઓના સ્વાભાવિક  દેખાવને દર્શાવવા માટે વધુ પાત્રો હોવા જોઈએ.ઙ્ગધડક ફિલ્મ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી આ અભિનેત્રીએ મૂવી મેળામાં સ્ટાર સાથેની વાતચીત દરમિયાન પોતાના વિચારોનો ખુલાસો કર્યો હતો. એકટીંગ સંદર્ભે શું પસંદ છે તેવું પુછાતા તેણે કહ્યું હતું કે કેમેરાની સામે રહીને મને ખુબ ખુશી મળે છે,  આનંદ થાય છે. મને મુસાફરી અને કામ દરમિયાન મળતો અનુભવ ગમે છે. જહાનવી હાલમાં 'ગુંજન સકશેના-ધ કારગિલ ગર્લ'ના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા જહાનવી એક બહાદુર પાઇલટની વાર્તા મોટા પરદે લાવી રહી છે.

(10:07 am IST)