Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પ્રદીપ સરકારે આગામી ફિલ્મ માટે અલી ફઝલને કર્યો સાઈન

મુંબઇ:  ફિલ્મ સર્જક પ્રદીપ સરકારે પોતાની નવી ફિલ્મની તૈયારી શરૃ કરી દીધી હતી અને અલી ફઝલને સાઇન કર્યો હતો એવી વાતો વહેતી થઇ હતી.તાજેતરમાં પ્રદીપ સરકારની સિંગલ મધરની કથા રજૂ કરતી ફિલ્મ હેલિકોપ્ટર ઇલા રજૂ થઇ હતી. અજય દેવગણ નિર્મિત આ ફિલ્મમાં કાજોલે સિંગલ મધરનો રોલ કર્યો હતો. ફિલ્મને સારો પ્રતિસાદ મળતાં પ્રદીપ સરકારને ખુશી થઇ હતી અને એમણે તરત પોતાની હવે પછીની ફિલ્મની તૈયારી આદરી દીધી હતી એેવી માહિતી એમની નિકટનાં સૂત્રોએ આપી હતી. ઘણું કરીને આગામી ફિલ્મ પણ અલગ પ્રકારની લવ સ્ટોરી હશે અને એ માટે અલી ફઝલની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મનો હીરો એક નાનકડા નગરનો રહેવાસી હશે. પ્રદીપની નિકટનાં સૂત્રોએ કહ્યું કે પ્રદીપજી પહેલીવાર પુરુષના દ્રષ્ટિકોણથી કથા કહેવાના છે એટલે અલીને મળનારો રોલ ખૂબ પાવરફૂલ હશે.આ ફિલ્મની હીરોઇનની તલાશ જારી છે અને ફિલ્મ આવતા મહિને ફ્લોર પર જવાની છે. આવતા વરસે ગમે ત્યારે આ ફિલ્મ રજૂ કરવાની પ્રદીપ સરકારની યોજના છે.અત્યાર અગાઉ પ્રદીપ સરકારે મોટે ભાગે મહિલાલક્ષી ફિલ્મો બનાવી હતી જેમાં પરિણિતા, લાગા ચુનરી મેં દાગ અને મર્દાનીનો સમાવેશ થયો હતો. તાજેતરમાં રજૂ થયેલી હેલિકોપ્ટર ઇલા પણ મહિલાલક્ષી કથા ધરાવતી હતી.

(5:06 pm IST)
  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા દુર્ગા પૂજાને લઈ જાહેરનામું બહાર પડાયું: નદી કે તળાવમાં દુર્ગા માતાની મૂર્તિ પધરાવવા પર પ્રતિબંધ: જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે access_time 1:00 am IST

  • અમદાવાદ: પાર્કિંગ ચાર્જ અંગે હાઈકોર્ટનો ચુકાદો: મોલ અને મલ્ટીપ્લેકસ માલિકો લઇ શકશે પાર્કિંગ ચાર્જ:પાર્કિંગ ચાર્જ વસુલવા સંચાલકોને હાઈકોર્ટની મંજૂરી access_time 2:00 pm IST