Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ફિલ્મના ઇન્ટિમેટ સીનને કરતાં પહેલાં દલીપ તાહિલે કાયદેસરના દસ્તાવેજો તૈયાર કરાવ્યા

મુંબઇ : સિનિયર અભિનેતા દલીપ તાહિલે તાજેતરમાં પોતાની અગમચેતીનો એેક સરસ દાખલો રજૂ કર્યો હતો. તાજેતરમાં એક ફિલ્મના ઇન્ટિમેટ સીનને કરતાં પહેલાં દલીપ તાહિલે કાયદેસરના દસ્તાવેજો તૈયાર કરાવવાનો આગ્રહ સેવ્યો હતો.સુધીર મિશ્રાની આ ફિલ્મમાં દલીપે હીરોઇન સાથે એક ઇન્ટિમેટ સીન છઆફવાનો હતો. અન્ય એક અહેવાલ મુજબ આ સીન રેપનો હતો. દલીપે પોતાની કોઠાસૂઝ અને અગમચેતી દેખાડતાં કાનૂની એફિડેવિટ કરવાનો આગ્રહ રાખ્યો હતો અને કહ્યંુ હતું કે પાછળથી મારા પર જાતીય દુરાચારનો આક્ષેપ થાય અને મારી પ્રતિષ્ઠા જોખમાય એવું મારે થવા દેવું નથી.પહેલાં તો દલીપે આ સીન કરવાની જ ના પાડી હતી. એને બહુ સમજાવવામાં આવ્યો ત્યારે એણે એક શરત મૂકી કે આપણે એફિડેવિટ કરીએ કે આમાં મેં સંબંધિત કલાકાર સાથે કોઇ ગેરવર્તન કર્યું નથી. એટલેથી નહીં અટકતાં દલીપે સીન પૂરો થયા બાદ સંબંધિત અભિનેત્રી સાથે એક વિડિયો ક્લીપ તૈયાર કરાવી લીધી હતી જેમાં અભિનેત્રીએ કહ્યું કે એની સાથે કોઇ ગેરવર્તન થયું નથી.હાલ ચાલી રહેલા મી ટુ આંદોલનની આ અસર ગણી શકાય. દલીપે કહ્યંુ કે સિનિયર અને પ્રતિષ્ઠિત કલાકારો સામે આંગળી ચીંધાઇ રહી છે. ફિલ્મમાં રેપ સીન જરૃરી હતો એવી ડાયરેક્ટર સુધીર મિશ્રાની દલીલ સાથે હું સંમત હતો પરંતુ મારે મારી પ્રતિષ્ઠાનો પણ વિચાર કરવાનો હતો. આવતી કાલે મારી સામે આંગળી ચીંધાય તો મારી દાયકાઓ જૂની કારકિર્દી બદનામ થઇ જાય.

(5:05 pm IST)