Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ફરી ટીવી પરદે આવવા તૈયાર થઇ રહ્યો છે કપિલ

કોમેડિયન કપિલ શર્મા ટીવી પરદેથી લાંબા સમયથી દૂર છે. તેની હાલત હાલમાં ખરાબ થઇ ગઇ છે. તેનો દેખાવ એટલો બદલી ગયો છે કે તેને ઓળખવો મુશ્કેલ થઇ ગયો છે. છેલ્લે તે ટીવી શો ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મામાં આવ્યો હતો. પરંતુ ખરાબ તબિયતને કારણે આ શો અચાનક બંધ કરી દેવો પડ્યો હતો. હાલમાં કપિલ ખુબ જાડો થઇ ગયો છે. જો કે કપિલ બુહ ઝડપથી ટીવી પરદે પાછો ફરવા તૈયારી કરી રહ્યો છે. તે હાલમાં શરીર ઘટાડવા માટે મહેનત કરી રહ્યો છે. તે એક અંગત ટ્રેનરને રાખીને કસરત કરવા તૈયારી કરી રહ્યો છે. અગામી બે મહિનામાં જ તે ફરીથી ટીવી પરદે ધમાલ મચાવવા તૈયાર થઇ જશે તેવી તેને આશા છે. તે એક નવો શો લઇને આવે તેવી શકયતા છે.

(9:18 am IST)