Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ફિલ્મ 'રો'ના શુટિંગ માટે જ્હોન અબ્રાહમ પહોંચ્યો ગોંડલ

બોલિવૂડ વધુ એક ફિલ્મના શુટિંગ માટે ગોંડલ આવી પહોંચ્યુ છે. જી હા જ્હોન અબ્રાહમ અને તેની ટીમ ફિલ્મ રોના શુટિંગ માટે ગોંડલ પહોંચી ગઈ છે. મહત્વનું છે કે, ગોંડલના ઓરચાર્ડ પેલેસ, રિવર સાઈડ પેલેસ તેમજ દરબારગઢ પેલેસ બોલીવૂડ ફિલ્મના શુટિંગ માટે જાણીતા બન્યા છે. આ પહેલા પણ હમ દિલ દે ચૂકે સનમ, રેમ્બો રાજકુમાર, પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મ શુટિંગ અહી થઈ ચુક્યુ છે.

(8:13 pm IST)