Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

હવે અનિલ કપૂરની નાની દીકરી રિયાના બોયફ્રેન્ડ કરણ સાથે લગ્નની તૈયારી શરૂ

મુંબઈ :બોલીવુડના અભિનેતા અનિલ કપૂરના ઘરે સોનમ કપૂરના લગ્ન લેવાયાની યાદો હજી તાજી છે ત્યારે હવે અનિલ કપૂરની નાની દીકરી રિયા કપૂર પણ વિવાહના બંધનમાં બંધાવાની હોવાની ચર્ચા છે

  અત્રે ઉલ્લેખયનીય છે કે  રિયા તેના બૉયફ્રેન્ડ કરણ બુલાની સાથે છેલ્લાં પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે. તેઓ હવે લગ્ન કરશે એવી ચર્ચા જાગી છે. અનિલ અને રિયા કપૂર દ્વારા પ્રોડ્યુસ થનારી ફિલ્મ દ્વારા કરણ ડિરેક્ટર તરીકે બૉલીવુડમાં એન્ટ્રી કરશે .

(7:36 pm IST)