Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઓક્ટોમ્બરમાં શરૂ થશે રીત્વિક રોશન-ટાઇગર શ્રોફની ફિલ્મનું શૂટિંગ

મુંબઇ: બોલિવૂડના બે ફિટનેસ ફ્રીક કલાકારો રિતિક રોશન અને ટાઇગર શ્રોફને સાથે ચમકાવતી ફિલ્મનું શૂટિંગ ચાલુ વર્ષના ઓક્ટોબર પહેલાં શરૃ થવાની કોઇ શક્યતા નથી એવી જાણકારી મળી હતી. એનું કારણ સમજાવતાં એક પ્રવક્તાએ કહ્યંુ કે હાલ રિતિક પટણાના ગણિતજ્ઞા આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ કરી રહ્યો છે અને માટે રિતિકે પોતાના વજનમાં સારો એવો વધારો કર્યો હતો. ટાઇગર સાથેની ફિલ્મમાં બંને જણ એખદામ ફિટ હોય એવા દેખાવાના છે એટલે સુપર ૩૦ પૂરી થતાં રિતિકે પોતાનું વજન ઘટાડીને ફરી એકવાર ફિટ થઇ જવું પડશે. માટે એણે ખાસ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ વર્કાઉટ અને ડાયેટિંગ કરવું પડશે. એકવાર રિતિક સુપર ૩૦ પહેલાંનો રિતિક બની જાય ત્યારપછીજ ટાઇગર સાથેની ફિલ્મ ફ્લોર પર જઇ શકે એમ પ્રવક્તાએ કહ્યું હતું. ટાઇગર હાલ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ ફિલ્મ કરી રહ્યો છે. ટાઇગરે રિતિકને પોતાનો આદર્શ ગણાવતાં કહ્યંુ હતું કે હું રિતિક સરનો જબરો ફેન છું. એમની સાથેની ફિલ્મ ક્યારે શરૃ થાય એની વાટ જોઇ રહ્યો છું. એમની સાથે કામ કરવા મળશે વિચારે હંુ ખૂબ ઉત્તેજિત છું.

 

(3:42 pm IST)