Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ફિલ્મમાં કામ કરતા અસલામતી અનુભવું છું: કેટરીના કૈફ

મુંબઈ:ફિલ્મ ટાઈગર જિંદા હૈ બાદ હવે શાહરુખ ખાન સાથેની ફિલ્મ ઝિરોની રીલીઝની રાહ જોઈ રહેલ અભિનેત્રી કેટરીના કૈફનું કહેવુ છે કે ફિલ્મ લાઈનમાં કારકિર્દી ધરાવતા કલાકારો સતત અસલામતીનો અનુભવ કરતા હોય છે. 

 

આજે ઝડપભેર પરિસ્થિતિ બદલાઈ રહી છે. નવી નવી પ્રતિભાઓ રોજે રોજ પદાર્પણ કરતી રહી છે. ટેકનોલોજી રોજ રોજ નવી નવી શોધો સાથે પરિવર્તન પામતી રહી છે એટલે હવે ટકી રહેવુ હોય તો સતત નવુ નવુ કરતા રહેવુ પડે. મનોરંજનના નવા નવા ક્ષેત્રોમાં અખતરા કરવા પડે એમ કેટરીનાએ જણાવ્યુ હતું. તેણે જણાવ્યુ કે, તમે કદી ૧૦૦ ટકા એવી ખાતરી રાખી શકો નહીં કે તમે ક્ષેત્રમાં ૧૦૦ ટકા સુરક્ષિત છો. અહીં સતત એક પ્રકારનુ ટેન્શન રહેતુ હોય છે. રોજ નવી નવી પ્રતિભા આવતી રહે છે. એટલી બધી ઝડપથી પરિસ્થિતિ બદલાઈ રહી છે કે શું કહું. જોકે હું હાલ થોડી રાહત અનુભવુ છું. કારણકે ટોચના કલાકારો સાથે કામ કરવાની તક મળતી રહી છે એટલે મને બહુ અજંપો રહેતો નથી. જોકે તેમ છતાં હું સાવધાન છું. મહત્વનુ છે કે, કેટરીના કૈફે પોતાની કારકિર્દીની શરુઆત બૂમ ફિલ્મથી કરી હતી. ફિલ્મમાં તે બોલ્ડ અંદાજમાં નજરે પડી હતી, જોકે ફિલ્મ નિષ્ફળ સાબિત થઈ હતી. જોકે ત્યારબાદ તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

(3:42 pm IST)