Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

શાહરૂખની ઝીરો સાથે થશે બે ફિલ્મોની ટક્કર

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોનું શૂટીંગ પુરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ છે. આનંદ એલ. રાય દ્વારા નિર્દેશીત આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરના રિલીઝ થશે. સ્વર્ગસ્થ શ્રીદેવી પણ આ ફિલ્મમાં કેમિયો કરતી જોવા મળશે. આ ઉપરાંત બીજા મોટા સ્ટાર પણ ગેસ્ટ રોલમાં છે. સાયન્સ ફિકશનલ એવી આ ફિલ્મ ખુબ જ ભવ્ય હોવાનો દાવો થઇ રહ્યો છે. શાહરૂખની આ ફિલ્મ સાથે બીજી બે ફિલ્મોની ટક્કર થશે. જેમાં એક પૂર્વવડાપ્રધાન ડો. મનમોહનસિંહ પર આધારીત 'ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર' છે. તેના નિર્દેશક વિજય રત્નાકર ગુટ્ટે છે. ૨૧મીએ જ આ ફિલ્મ આવશે. એ પછી ૨૮મીએ રોહિત શેટ્ટીની રણવીરસિંહ-સારા અલી ખાન અભિનીત 'સિમ્બા' આવશે. આમ ઝીરો સાથે જોરદાર ટક્કર જામશે.

(9:32 am IST)