Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અભિષેક બચ્ચનનો મુખ્ય રોલ

વેબ સિરીઝ બ્રીધની બીજી સીઝનની તારીખ ઘોષીત થઇ ચુકી છે. અમેઝોન પ્રાઇમ વિડીયોની ઓરિજીનલ સિરીઝ બ્રીધની પહેલી સિઝને ખુબ જમાવટ કરી હતી. ત્યારથી સતત દર્શકો બીજી સીઝનની રાહમાં હતાં. દસમી જુલાઇએ સાઇકોલોજિકલ ક્રાઇમ થ્રિલર બ્રીધ-ઇન ધ શેડોઝનું નિર્માણ અબુંદંતિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા થયું છે. આ સિરીઝથી અભિષેક બચ્ચન પણ ડિજીટલ ડેબ્યુ કરવા કરશે. સાથે અમિત સાધ ફરીથી સિનીયર ઇન્સ્પેકટર કબીર સાવંતના રોલમાં જોવા મળશે. અભિષેક ઉપરાંત સાઉથ સ્ટાર નિથ્યા મેનન, સૈયામી ખેર પણ ખાસ ભુમિકામાં છે. અમેઝોન ઇન્ડિયાના પ્રમુખ અપર્ણા પુરોહિતના કહેવા મુજબ અમે બ્રીધ-ઇન ધ શેડોઝ રજુ કરવા ખુબ જ ઉત્સાહિત છીએ. પહેલી સિઝનમાં આર માધવને મુખ્ય ભુમિકા નિભાવી હતી.

પોતાના દિકરાને બચાવવા એક બાપ કઇ રીતે હત્યાઓને અંજામ આપે છે તેની દિલધડક કહાની સિઝન-૧માં હતી. બીજી સિઝનમાં અમિત સાધ ફરી દેખાશે. આર માધવનના રોલ અંગે સસ્પેન્સ રખાયું છે.

(9:54 am IST)