Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ડિજીટલ દુનિયામાં એન્ટ્રી કરશે સિધ્ધાર્થ

મુળ મુંબઇનો અને મોડેલિંગથી કારકિર્દી શરૂ કરનાર સિધ્ધાર્થ શુકલા ૨૦૦૮માં ટીવી શો બાબૂલ કા આંગન છુટે ના થકી અભિનયના ફિલ્ડમાં આવ્યો હતો. એ પછી   લવ યુ જિંદગી, બાલિકા વધુ, દિલ સે દિલ તક, ઝલક દિખલા જા, ફીઅર ફેકટર સહિતના શો કરી ચુકેલો અને બિગ બોસ-૧૩માં વિજેતા થયા પછી ખુબ જાણીતો બનેલો સિધ્ધાર્થ એક પછી એક નવા પ્રોજેકટ મેળવી રહ્યો છે. તેણે બોલીવૂડમાં હમ્પટી શર્મા કી દુલ્હનિયામાં પણ નાનકડો રોલ કર્યો હતો. સિધ્ધાર્થને હવે એકતા કપૂરની વેબ સિરીઝ મળી ગઇ છે. અહિથી તે ડિજીટલ દુનિયામાં એન્ટ્રી કરશે. બ્રોકન બટ બ્યુટીફુલ નામની સિરીઝની ત્રીજી સીઝનમાં સિધ્ધાર્થને લેવામાં આવ્યો છે. આ શોનું કામ ઝડપથી શરૂ થવાનું છે. એકતા કપૂરે સોશિયલ મિડીયા પર કહ્યું હતું કે ત્રીજી સીઝનમાં વિક્રાંત મેસ્સી અને હરલીન સેઠી જોવા નહિ મળે. ત્યાં હવે સિધ્ધાર્થનું નામ સામે આવ્યું છે. એકતાએ ત્રીજી સીઝન માટે સુચનો માંગતા મોટા ભાગના લોકોએ સિધ્ધાર્થનું નામ લીડ રોલ માટે આપ્યું હતું.

(9:54 am IST)