Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ગુડ્ડન... કનિકાએ શરૂ કર્યુ શોનું આગળનું શુટીંગ

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે લોકડાઉન-૪ પછી સરકારે અનલોક-૧માં થોડીઘણી છુટછાટ આપતાં મુંબઇમાં હવે ટીશો શોના શુટીંગ પણ શરતો અને માર્ગદર્શિકા સાથે શરૂ થયા છે. મોટા ભાગના ટીવી શોના કલાકારો લોકડાઉનને કારણે પોતાના ગામ, શહેરોમાં જતાં રહ્યા હતાં. હવે ફરીથી શુટીંગ શરૂ થતાં બધા મુંબઇ આવી ગયા છે. ટીવી અભિનેત્રી કનિકા માન પણ પાનીપતથી મુંબઇ આવી ગઇ છે. અહિ આવતાની સાથે જ મોબાઇલ ફોનથી ઘરે બેઠા શુટીંગ શરૂ કરી દીધું છે. કનિકા ટીવી શો 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા'માં કામ કરી રહી છે. જો કે પાનીપતથી મુંબઇ આવ્યા પછી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેણે કહ્યું હતું કે મુંબઇ આવ્યા બાદ ભાડાના ફલેટ પર પહોંચવું સરળ નહોતું. સોસાયટીએ તેણીના મમ્મીને અંદર આવવાની ના પાડી દીધી હતી. પંદર દિવસ કવોરન્ટાઇન રહ્યા પછી તેની માતાને એન્ટ્રી મળી હતી. લોકડાઉન પછી કહાનીમાં લીપ આવ્યો છે. કલાકારોને શોના આગળના એપિસોડ માટે ઘરે બેઠા શુટીંગમાં ભાગ લેવાનો છે. ૨૫ જુન પછી બધા સેટ પર પહોંચે તેવી શકયતા છે. કનીકા એક વિડીયો સોંગમાં પણ જોવા મળવાની છે.

 

(9:54 am IST)