Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ફજેતીઃ 'રાધે'નો એક સીન જોઈ માથું કૂટવા લાગ્યા દર્શકો : હજમ નથી થઇ રહ્યો સલમાનનો આ ખતરનાક એકશન સીન

મુંબઇ,તા. ૧૭: હમણાં જ રિલીઝ થયેલ બોલીવુડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ શ્નરાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈલૃરિલીઝ થઇ ગઈ છે જેની ફેન્સ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મને ઈદના તહેવાર પર ઝી પ્લેકસ પર રિલીઝ કરવામાં આવી. વર્ષ ૨૦૧૯માં આવેલ ફિલ્મ દબંગ-૩ બાદ સલમાન ખાને ધમાકેદાર એન્ટ્રી કરી છે અને દર્શકો માટે મસાલેદાર ફિલ્મ લઈને આવ્યા છે.જયાં એક તરફ ભાઈજાનના ફેન્સ 'રાધે' ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે તો ઘણા લોકો ફિલ્મ જોયા બાદ નિરાશ થયા છે. કારણે કે, પ્રભુ દેવા નિર્દેશિત ફિલ્મ  તેમની આશાઓ પર ખરી નથી ઉતરી. એટલે સુધી તો ઘણા સીનને લઈને તો ફિલ્મ ઘણી મજાક લાગે છે.

ફિલ્મમાં એક સીનમાં સલમાન ખાન અને રણદીપ હુડ્ડા સાથે ફિલ્માવવામાં આવ્યો છે. જેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં દ્યણો વાયરલ થઇ રહ્યી છે. સીનમાં જોઈ શકાય છે કે રાંડીનપ હુડ્ડા સલમાન ખાન વચ્ચે ખાતરનાક ફાઇટ થઇ રહી છે. જેમાં રણદીપ સલમાન ખાન પર રોડ લઈને હુમલો કરે છે. રણદીપ સલમાનના હાથ પર સતત છ થી સાત વખત રોડ મારે છે. પરંતુ, સલમાન ટસ નો મસ નથી થતો. ન તો તેના હાથ પર વાગે છે ન તો તે પોતાની જગ્યાએ ખસે છે.

આ સીનની વાત કકરી રહ્યા છે જેને જોઈને દર્શકો હસી હસીને લોટપોટ થઇ રહ્યા છે. સાથે જ કેટલાંક લોકો કહી રહ્યા છે કે વાહ ભાઈ વાહ શું ખતરનાક એકશન છે. ભાઈજાનએ તો કમાલ કરી દીધી.  તો કેટલાંક યુઝર્સનું કહેવું છે, 'મતલબ એકશનના નામે કઈ પણ'આ સીનને જોયા પછી તો લોકોના હાલ બેહાલ થઇ જાય છે.

આ ઉપરાંત ફિલ્મને લઈને દ્યણા મીમ પ વાયરલ થઇ રહ્યા છે. જેમાં સલમાનની એન્ટ્રીને લાને દર્શકોની સ્થિતિ પર મીમ બની રહ્યા છે. એક યુઝરે તો ભારે કરી દીધી. તેને ટ્વીટર પર એક ફોટો શેર કર્યો જેમાં સલમાનની સાથે દિશા પણ નજર આવી રહી છે. સાથે જ લખ્યું છે કે આ ફિલ્મ છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર.

ધ્યાન આપવા જેવી વાત તો એ છે કે દર્શકોમાં ફિલ્મને લઈને એટલો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે રિલીઝના તુરંત બાદ જી પ્લેકસનું સર્વર ક્રેશ થઇ ગયું હતું.  જોકે, જણાવી દઈએ કે રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ રિલીઝ થવા દિવસે જ સૌથી વધુ વ્યૂઝ મેળવનારી ફિલ્મ બની ગઈ છે.

(10:17 am IST)
  • રાજકોટમાં અત્યારે રાત્રે આઠ વાગે જોરદાર વાવાઝોડું અને તોફાની પવન ફૂંકાય રહ્યો છે: access_time 8:12 pm IST

  • જમ્મુ-કાશ્મીરની બે જેલમાં ૯૨ કેદીઓને કોરોના વળગ્યો છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે આ કોઈ પણ કેદીમાં કોરોના વાયરસના લક્ષણો નહોતા અને કોરોના પોઝિટિવ આવેલ છે : બધાને અલગ કોટરીમાં રાખવામાં આવ્યા છે. ઉધમપુર અને કુપવાડા જિલ્લાની જેલોમાં કરવામાં આવેલ 'રેપિડ એન્ટિજેન' તપાસ (આરએટી) પછી હવે અહીં કુલ ૧૧૫ કેદીઓ કોરોનાથી સંક્રમિત છે. આ જેલોમાં ૫૭૦૦ થી વધુ કેદીઓ છે. access_time 6:09 pm IST

  • દક્ષિણ મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની અસર આસપાસના જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાંથી ચક્રવાત 'તાઉ તે' નો ખતરો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 7 રાજ્યો પર યથાવત છે. 5 રાજ્યોમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં મુંબઇ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોના ઘણા જિલ્લાઓમાં વેક્સિનેશન બંધ કરવું પડ્યું છે. અહીં મુંબઇ સહીત ઘણા શહેરોમાં એલર્ટ જાહેર છે. મંગળવારે સવારે વાવાઝોડું પોરબંદર અને મહુવા (ભાવનગર)ની વચ્ચે ગુજરાત કાંઠે ટકરાશે. આ દરમિયાન વાવાઝોડાગતિ પ્રતિ કલાક 185 કિલોમીટર સુધી હોઇ શકે છે. access_time 5:28 pm IST