Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

રોમાન્ટીક કોમેડી 'દે દે પ્યાર દે' રિલીઝઃ ૫૦ વર્ષના આશિષની પોતાનાથી ૨૬ વર્ષ નાની આયેશા સાથેની પ્રેમકહાની

નિર્માતા ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર અને લવ રંજન તથા અંકૂર ગર્ગ તથા નિર્દેશક અકિવ અલીની ફિલ્મ 'દે દે પ્યાર દે' આજથી રિલીઝ થઇ છે.

ફિલ્મમાં અજય દેવગણ, તબ્બુ, રકુલ પ્રિત સિંહ, જાવેદ જાફરી, આલોક નાથ, જિમ્મી શેરગીલ, ભાવીન ભાનુશાળી, હુશેન દલાલ, એન્જેલા ક્રિસ્લીન્ઝકીએ અભિનય કર્યો છે. ફિલ્મમાં સંગીત અમાલ મલિક, રોચક કોહલી, તનિષ્ક બાગચી, વિપીન પટવા, મન્જ મુસિક, અતુલ શર્મા અને હિતેષ સોનિકે આપ્યું છે. ૧૩૫ મિનિટની આ ફિલ્મ રોમાન્ટીક કોમેડી જોનરની છે.

કહાની જોઇએ તો આશિષ (અજય દેવગણ) ૫૦ વર્ષનો છે અને તેની પત્નિનું નામ મંજુ (તબ્બુ) છે. આશિષને આયેશા (રકુલ પ્રિત સિંહ) સાથે પ્રેમ થઇ જાય છે, જે તેના કરતાં ૨૬ વર્ષ નાની છે. આશિષના બાળકો પણ આ ઉમરના છે! જો કે આશિષ એવું સમજે છે કે ઉમરનું અંતર પ્રેમની બાબતમાં મહત્વનું નથી, એ એવો પહેલો વ્યકિત નથી જેણે પોતાના કરતાં નાની ઉમરની છોકરીને પ્રેમ ન કર્યો હોય.

આશિષની જિંદગીમાં ભૂકંપ ત્યારે આવે છે જ્યારે તે આયેશાને પોતાના ઘરે લઇ આવે છે. આયેશા પણ એ જાણીને દંગ રહી જાય છે કે તેની ઉમરના આશિષને બાળકો છે. આ વચ્ચે અલગ રહેતી પત્નિ મંજુ પણ કયારેક-કયારેક આશિષના ઘરે આવતી-જતી રહે છે. આ કારણે અનેક હાસ્યાસ્પદ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે. ફિલ્મનું ટ્રેલર અને ગીતો દર્શકોને ગમ્યા છે હવે ફિલ્મ કેટલી પસંદ આવે છે તે જોવું રહ્યું.

(9:56 am IST)