Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રવિના ટંડન પોતાના ગ્‍લેમરસ લુકના કારણે છવાયેલી રહે છે તો ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર પુત્રી રાશા થડાનીની પણ ગ્‍લેમરસ ઝલક જોવા મળી

માતા-પુત્રી વ્‍હાઇટ આઉટફીટમાં ગજબ જોવા મળી

મુંબઇઃ રવીના ટંડન 49 વર્ષની થઈ ગઈ છે. તેની સાથે તેની પુત્રી રાશા થડાણી ઉભી રહે તો લાગે છે કે બંને બહેનો છે. આજે પણ રવીના પોતાના ગ્લેમરસ લુકને કારણે છવાયેલી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પુત્રી રાશાએ ગ્લેમરસ ફોટોની ઝલક દેખાડી છે. જ્યાં મા-દીકરી વ્હાઇટ આઉટફિટમાં ગજબ લાગી રહી છે.

રવીના ટંડનની પુત્રી રાશા થડાણી જલ્દી બોલીવુડમાં પોતાની ઈનિંગ શરૂ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોલોઅર્સ છે. આવો તેની લેટેસ્ટ તસવીરો જોઈએ..

મંગળવારે રાશા થડાણીએ પોતાના માતા સાથે ગ્લેમરસ તસવીર શેર કરી છે. આ તસવીરોમાં રાશા અને રવીના ટંડન સાથે પોઝ આપી રહ્યાં છે. આ જોડી એટલી સુંદર લાગી રહી છે કે કોઈ કહી ન શકે કે મા-દીકરી છે, પરંતુ બહેનો જેવી લાગી રહી છે.

રાશા થડાણીના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે. બંને તેમાં વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે. રાશાએ જ્યાં ઓફ વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો તો રવીના ટંડને વ્હાઇટ કલરની સાડી પહેરી છે.

રવીના ટંગને વ્હાઇટ સાડીની સાથે ગળામાં ગ્રીન જ્વેલરી કેરી છે. તો રાશાએ ગળાને ખાલી રાખ્યું છે.

મહત્વનું છે કે રવીના ટંડનની ઉંમર 49 પાર થઈ ગઈ છે. પરંતુ આજે પણ તેના લુકને જોઈને લાગે નહીં કે અભિનેત્રીની ઉંમર આટલી છે. તો રાશાની ઉંમર 19 વર્ષ છે.

(5:31 pm IST)