Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાઝીના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ

મેઘના ગુલઝાર નિર્દેશીત ફિલ્મ 'રાઝી'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આલિયા ભટ્ટ અને વિક્કી કોૈશલ અભિનીત આ ફિલ્મ ભારતની એવી યુવતિની કહાની છે જે ભારત માટે જાસૂસ બની પાકિસ્તાન જાય છે. પોતાનો જીવ જોખમમાં મુકીને દેશ માટે સાહસિક કામ કરતી યુવતિની આ કહાની  છે. જેમાં આલિયાનો અભિયન અદ્દભુત છે. આલિયાએ કહ્યું હતું કે ફિલ્મ માટે મારે ઉર્દુ ભાષાનું જ્ઞાન પણ મેળવવું પડ્યું છે. કાશ્મીરી યુવતિનો રોલ નિભાવવા માટે ત્યાંની બોલી શીખવી પડી હતી આ ઉપરાંત આર્મ્ડ ફોર્સિસ દ્વારા ઉપયોગમાં લેવાતી જીપ ચલાવતાં શીખવું પડ્યું છે. સોૈથી વધુ મુશ્કેલ બાબત હતી પત્નિનો રોલ નિભાવવાની. આ ફિલ્મના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું છે. મેં એવા લોકો વિશે પણ જાણ્યું છે જે નિસ્વાર્થ ભાવે દેશ માટે કામ કરવા કંઇપણ કરવા તૈયાર હોય છે. ૧૧ મેના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. 

 

(10:06 am IST)