Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બર્થડે સ્પેશ્યલ: આ અભિનેતાની ફિલ્મનું ટ્રેલર જોઈ 10 વર્ષની પુત્રીએ ફિલ્મમાં કામ કરવાની પાડી દીધી ના

મુંબઈ: બૉલીવુડ અભિનેતા શરમન જોશીનો આજે 39મોં જન્મ દિવસ છે. શરમન જોશીનો જન્મ 17 માર્ચ 1979માં મુંબઈમાં થયો છે. તેના પિતાનું નામ અરવિંદ જોશી છે જે એક ગુજરાતી થિયેટરના આર્ટિસ્ટ છે. શરમને 1999માં ફિલ્મ 'ગોડફાધર'થી પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યાં પછી કોમીડી ફિલ્મ સ્ટાઇલ અને એક્સક્યુઝ અને શાદી નંબર વનમાં  કામ કર્યું હતું. ફિલ્મોમાં એક્ટિંગ સિવાય તેને ટીવી શોનું હોસ્ટિંગ પણ કર્યું છે. હિન્દી સિવાય મરાઠી અને ગુજરાતી ફિલ્મમોમાં પણ શરમને કામ કર્યું છે. શરમનના લગ્ન બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડાની પુત્રી પ્રેરણા ચોપડા સાથે વર્ષ 2000માં થાય છે. શરમણને એક પુત્રી તથા બે પુત્ર છે.

શરમને એક ઈન્ટવ્યુહમાં કહ્યું હતું કે જયારે તેની ફિલ્મ 'હેટ સ્ટોરી-3'નું ટ્રેલર તેની 10 વર્ષની પુત્રી બતાવ્યું ત્યારે તેને પિતાને ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી જો કે પછી થી તેને સમજાવ્યું કે તેના પિતા શરમન ફિલ્મોમાં કામ કરે છે એટલે તેમને આવ્યું કામ કરાવ્યું પડ્યું હતું.

(5:11 pm IST)