Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ન્યુડ સીન વેળા તે ખચકાટ અનુભવે કરે છે : સ્કારલેટ

અમેરિકન સુપરહિરોની ફિલ્મ મે મહિનામાં રજૂ : સેક્સ સિમ્બોલ તરીકે રહેલ સ્કારલેટ જોન્સનની પ્રતિક્રિયા

લોસએન્જલસ,તા. ૧૭ : સ્ટાર અભિનેત્રી અને વિશ્વની સૌથી ખુબસુરત સ્ટારમાં સ્થાન ધરાવતી સ્કારલેટ જોન્સન હવે અમેરિકન સુપરહિરોની ફિલ્મ એવેન્જર્સ ઇનફિનિટી વોરમાં નજરે પડનાર છે. આ ફિલ્મ ચોથી મે ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. બીજી બાજુ આ ફિલ્મની સિક્વલ ફિલ્મ પણ બની રહી છે. જે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે.

 જોન્સનના ફ્રાન્સના પત્રકાર રોમેન ડાઉરિયાક વચ્ચેના બે વર્ષના લગ્ન સંબંધનો અંત આવી ગયો છે. ૩૩ વર્ષીય સ્કારલેટની ત્રણ  વર્ષીય પુત્રી પણ છે.  વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત સ્કારલેટ અને ડાઉરિયાક એકસાથે દેખાયા હતા. વર્ષ ૨૦૧૩માં બન્નેએ સગાઇ કરી લીધી હતી. બન્ને છેલ્લે ઓક્ટોબર ૨૦૧૬માં એક સાથે નજરે પડ્યા હતા. બીજી બાજુ સ્કારલેટે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે સેક્સ સિમ્બોલ તરીકેની તેની છાપના કારણે તે હેરાન છે. સેક્સ સિમ્બોલ તરીકે રહેવા તે બિલકુલ ઇચ્છુક નથી. સ્કારલેટ વર્ષ ૧૯૯૪થી હોલિવુડમાં સક્રિય છે. નાની વયમાં જ તે ફિલ્મોમાં એન્ટ્રી કરી ગઇ હતી. ત્યારબાદ તે સતત  સફળ રહી હતી. ન્યુયોર્ક શહેરમાં જન્મેલી સ્કારલેલેટ જોન્સનના અગાઉ રેયાન રેનોલ્ડ સાથે સંબંધ હતા. પરંતુ તેમની વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો હતો.

સ્કારલેટ જોન્સનની  યાદગાર ફિલ્મોની વાત કરવામાં આવે તો હોર્સ વિસ્પર અને ઘોસ્ટ વર્લ્ડનો સમાવેશ થાય છે. આ બન્ને ફિલ્મોમાં તેની એક્ટિંગ કુશળતાની પણ નોંધ લેવામાં આવી છે.  જોન્સનના ચાહકોને પણ આ વાતની જાણ નથી કે તે માત્ર આઠ વર્ષની હતી ત્યારે તે પ્રથમ વખત સ્ટેજ પર દેખાઇ હતી.

(12:21 pm IST)
  • યોગી આદિત્યનાથ-કેશવ પ્રસાદ મૌર્યને અમિત શાહનું તેડુઃ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા જ યોજાયેલી પેટા ચૂંટણીમાં મળેલી હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે access_time 3:43 pm IST

  • કપિલ શર્મા સાથેની સુનીલની મિત્રતામાં તિરાડ આવ્યા બાદ સુનીલ ગ્રોવર હવે સોલો કોમેડી શો કરવા સજ્જ બની ગયો છે. કપિલ શર્મા શો બાદ સુની ગ્રોવર હવે પોતાનો નવો શો ટીવી પર લાવવા ઉત્સુક છે. સુનીલ ગ્રોવર સાથે નવા કોમેડી શોમાં બિગ બોસની અગિયારમી સિઝનની વિજેતા એવી અભિનેત્રી શિલ્પા શિંદે જોવા મળશે access_time 10:22 am IST

  • જમ્મુ- કાશ્મીરના શોપિયામાં પોલીસવડાની મોટર ઉપર અંધાધુંધ ફાયરીંગઃ આતંકીઓ નાસી ગયાઃ સર્ચ ઓપરેશન ચાલુઃ સુરક્ષા દળોએ આખો વિસ્તાર ઘેરી લીધો access_time 3:43 pm IST