Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

સોળ વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો રશ્‍મિએ

અભિનેત્રી રશ્‍મિ દેસાઇએ ટીવી પરદે કામ કરી ભારે ચાહના મેળવી છે. તેણે કારકિર્દીની શરૂઆત ૨૦૦૨માં કન્‍યાદાન નામની હિન્‍દી ફિલ્‍મથી કરી હતી. એ પછી તેણે ભોજપુરી  ફિલ્‍મોમાં પણ કામ કર્યુ હતું. દબંગ-૨ તેમજ સુપરસ્‍ટાર નામની ગુજરાતી ફિલ્‍મ પણ તે કરી ચુકી છે. વેબ શો તંદૂર અને રાત્રી કે યાત્રીમાં પણ દેખાઇ ચુકેલી રશ્‍મિએ ટીવી પરદે ઉત્તરન શોને કારણે નામના મેળવી હતી. ગયા વર્ષે તે નાગિન-છમાં જોવા મળી હતી. તાજેતરમાં તેણે પોતાનો જન્‍મ દિવસ ઉજવ્‍યો હતો. ઘરમાં આર્થિક તંગીને કારણે તેણે સોળ વર્ષની વયે જ કામ શરૂ કર્યુ હતું. રશ્‍મિનું અસલી નામ શિવાની દેસાઇ છે. એ પછી જ્‍યોતિષના કહેવાથી તેણે નામ બદલ્‍યું હતું. તેણે નંદીશ સંધુ સાથે લગ્ન કર્યા હતાં. પણ બાદમાં ચાર વર્ષમાં અલગ થઇ ગયા હતાં.

(10:59 am IST)