Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

દર્શન રાવલ કોરોના પોઝિટિવ

ટ્વિટર પર સિંગરે શેર કરી માહિતી

મુંબઇ તા. ૧૭ : મૂળ ગુજરાતી અને બોલીવૂડમાં ખુબ નામના કમાવનાર સિંગર દર્શન રાવલે ટ્વિટર પર માહિતી આપી હતી કે તેને કોવિડ-૧૯નું સંક્રમણ લાગ્યું છે. આ વિષે તેણે ખુદ ટ્વિટર પર જાણકારી આપી હતી. ગાયકે પણ જણાવ્યું કે તેને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તેમજ તેણે પોતાની જાતને કોરન્ટાઇન પણ કરી દીધી છે. તેને ડોકટરો દ્વારા સૂચવવામાં આવેલી દવા પણ લેવાનું શરૂ કરી દીધું છે. તેણે પોતાના ચાહકો અને અનુયાયીઓને પણ ચિંતા ન કરવાનું કહ્યું હતું. તેને કહ્યું કે કે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

આ અગાઉના દિવસે દર્શને એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે રીપોર્ટની રાહ જોવાની અને આરામ કરવા વિશે લખ્યું હતું. 'હું રિપોર્ટની રાહ જોઈ રહ્યા છું, તે હજુ સુધી આવ્યો નથી. પરંતુ આરામ અને દવા ચાલુ છે, રિપોર્ટ આવતાની સાથે જ હું તમને જાણ કરીશ. ચિંતા કરશો નહીં, લવ યૂ ઓલ.' ટૂંક સમયમાં દર્શનનું નવું સોંગ રબ્બા મેહર કરી આવવા જઈ રહ્યું છે. આ સોંગ ૧૮ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ત્યારે ખરાબ તબિયતના કારણે ફેન્સ દર્શનને સોંગ રિલીઝની ડેટ પાછળ ધકેલવાનું કહી રહ્યા છે. તેના ફેન્સનો પ્રેમ અને પ્રતિસાદ જોઈને દર્શને એ જ તારીખે સોંગ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

(2:57 pm IST)
  • ટૂલકિટ કેસમાં શાંતનુ મુલુકના આગોતરા મંજુર: ટૂલકિટ કેસ: બોમ્બે હાઇકોર્ટે શાંતનુ મુલુકને ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા; નિકિતા જૈકબની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી access_time 12:43 am IST

  • ટુલકિટ કેસ શાંતનું બાદ નિકિતાને પણ રાહતઃ બોમ્બે હાઇકોર્ટે આપ્યા ટ્રાન્ઝિટ જામીનઃ ત્રણ દિવસ માટે સ્ટે access_time 4:19 pm IST

  • વડાપ્રધાનનું નાસ્કોનને સંબોધન : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે નાસકોમ ટેકનોલોજી અને લીડરશીપ ફોરમને સંબોધન કરી રહ્યા છે. access_time 2:53 pm IST