Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પાકિસ્તાનમાં ફિલ્મ 'અય્યારી'ની રિલીઝ પર લાગ્યો પ્રતિબંધ

મુંબઈ:નીરજ પાંડેની બહુચર્ચિત ફિલ્મ અય્યારી આજે દેશભરના સિનેમાઘરોમાં રીલીઝ થઈ ચુકી છે. એકબાજુ ફિલ્મ ભારતમાં રીલીઝ થઈ છે ત્યારે બીજીબાજુ પાકિસ્તાનમાં ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. 

 

સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના સેંસર બોર્ડે નિર્ણય કર્યો છે કે તે પાકિસ્તાનમાં નીરજ પાંડેની ફિલ્મને રીલીઝ નહીં કરે અને તેનુ કારણ છે કે ફિલ્મ ભારતીય સેના પર આધારીત છે. 
મહત્વનું છે કે, ફિલ્મને કાશ્મીરના બીએસએફ કેમ્પમાં ફિલ્માવવામાં આવી છે, એજ જગ્યા છે જ્યાં હાલમાં બીએસએફ કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. પહેલા પણ એક થા ટાઈગર, બેબી, નામ શબાના, રુસ્તમ, ટાઈગર જિંદા હૈ જેવી ફિલ્મો પાકિસ્તાનમાં દર્શાવવા પર પ્રતિબંધ મૂકાયો હતો. મોટાભાગે દેશભક્તિ અને ભારતીય સેના પર આધારીત ફિલ્મને પાકિસ્તાનના સિનેમાઘરોમાં રીલીઝ થતા અટકાવી દેવામાં આવે છે અને પાકિસ્તાન સેંસર બોર્ડ આવી ફિલ્મોને મંજૂરી આપતુ નથી. ત્યારે યાદીમાં નીરજ પાંડેની ફિલ્મ અય્યારીનુ નામ પણ સામેલ થઈ ગયુ છે.

(4:55 pm IST)