Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્‍મ ‘બ્રહ્માષા' રિલીઝ થાય તે પહેલા વીડિયો ઇન્‍ટરનેટ ઉપર લીક

મુંબઇ: બોલિવૂડનો હાર્ટથ્રોબ રણબીર કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરતો જોવા મળ્યો. આ દરમિયાન તેની કથિત ગર્લફ્રેન્ડ અને ફિલ્મની હિરોઈન આલિયા ભટ્ટ પણ તેની સાથે હતી. મીડિયા સામે આવેલી તાજી જાણકારી મુજબ રણબીર કપૂર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કરી રહ્યાં હતાં. તે સમયનો એક વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે. આ વીડિયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે નાચતા જોવા મળે છે. ચારેબાજુ બેકગ્રાઉન્ડ ડાન્સરો છે. કહેવાય છે કે ફિલ્મના શુટિંગ માટે તેઓ બનારસ ગયા હતાં જ્યાંનો આ વીડિયો છે.

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર એક સુપરહીરો તરીકે જોવા મળશે. જેની પાસે આગ સંલગ્ન કેટલીક ખાસ શક્તિઓ છે. ફિલ્મમાં બરફી બોયની સાથે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન અને મૌની રોય જેવા કલાકારો છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરણ જૌહરના બેનર હેઠળ બની રહી છે. જેને 3 ભાગોમાં રિલીઝ કરાશે. પહેલીવાર બોલિવીડ આટલી મોટી સુપરહીરો ફિલ્મને બનાવી રહ્યું છે. જેને 3 ભાગમાં રિલીઝ  કરવાની જાહેરાત થઈ છે. આ અગાઉ ઋતિક રોશનની ક્રિશ સિરીઝને દર્શકોએ પસંદ કરી હતી. પરંતુ તેને રાકેશ રોશને અલગ અલગ ભાગોમાં સમય લઈને બનાવેલી છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્રનું શુટિંગ લાંબા સમયથી ચાલે છે. પરંતુ હજુ પૂરી થઈ નથી. કહેવાય છે કે મેકર્સ ફિલ્મના એક પોર્શનથી ખુશ નહતાં જેને લઈને તેમણે પ્લાન કરીને શૂટ કર્યું છે. આ પોર્શનને શૂટ કરવામાં સમય જરૂર લાગ્યો છે પરંતુ મેકર્સે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે થિયેટરમાં દર્શકોને નિરાશા ન સાંપડે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર રણબીર કપૂરની કેરિયરની સૌથી મોટી ફિલ્મ છે. જેની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યાં છે.

(5:24 pm IST)