Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

માલદિવમાં રજા માણી નુસરત ભરૂચાએ

અભિનેત્રી નુસરત ભરૂચા હોટ અને બ્યુટીફૂલ લૂક માટે જાણીતી છે. સોશિયલ મિડીયા પર નુસરતની અવાર-નવાર તસ્વીરો વાયરલ થઇ રહી છે. નુસરત ફરવા જવાની પણ ખુબ શોખીન છે. તે એક ફિલ્મનું કામ પુરૂ થતાં જ કયાંક ને કયાંક ફરવા જતી રહે છે. તાજેતરમાં તે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને રજાની મજા માણવા માલદિવ પહોંચી હતી. ત્યાંથી નુસરતે એક એકથી ચડીયાતી હોટ અને બોલ્ડ તસ્વીરો પોતાના સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. નુસરત પુલમાં બેસી નાસ્તો કરતી જોવા મળી રહી છે. તે કલરફૂલ બિકીની અને કાળા ચશ્મા સાથે ખુબ જ ચાર્મિંગ લાગી રહી છે. અન્ય તસ્વીરમાં સફેદ બિકીનીમાં તે ખુબ બોલ્ડ દેખાઇ રહી છે. બોલીવૂડમાં ફિલ્મ પ્યાર કા પંચનામા થકી નુસરતને ઓળખ મળી છે. છેલ્લે તે આયુષ્યમાન ખુરાના સાથે ડ્રીમ ગર્લમાં જોવા મળી હતી. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ છે. નુસરત પાસે હજે બીજા પ્રોજેકટ પણ છે.

(10:02 am IST)