Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સ્ટ્રીટ ડાન્સર-થ્રીડી માટે ચાહકો અધીરા

વરૂણ ધવન અને શ્રધ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર થ્રીડીનું પહેલુ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મનું પોસ્ટર ૧૮મીએ બુધવારે રિલીઝ થશે. ફિલ્મના પોસ્ટરમાં વરૂણ ધવન કાળા રંગના સ્લીવલેસ જીપરમાં દેખાઇ રહ્યો છે. જેમાં તે બિલકુલ ફિટ જોવા મળી રહ્યો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વરૂણ ધવને પોસ્ટર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને સ્ટ્રીટ ડાન્સર થ્રીડીના ટ્રેલરની રિલીઝ ડેટ પણ લખી હતી. રેમો ડિસુઝાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ૨૪મી જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં વરૂણ, શ્રધ્ધા સાથે નોરા ફતેહી પણ ખાસ રોલમાં છે. પ્રભુદેવા પણ મહત્વના રોલમાં જોવા મળશે. સ્ટ્રીટ ડાન્સર થ્રીડીને બોલીવૂડની સોૈથી મોટી ડાન્સ ફિલ્મ ગણાવાઇ રહી છે. આ થ્રીડી ફિલ્મને આઇમેકસ ફોર્મેટ અને ફોર-ડીમાં પણ રિલીઝ કરવામાં આવશે. સમગ્ર ફિલ્મ ડાન્સ આધારીત છે. અગાઉ એબીસીડી-૨માં પણ વરૂણ અને શ્રધ્ધા ડાન્સ આધારીત રોલ નિભાવી ચુકયા છે. ફરીથી બંનેને સાથે નિહાળવા ચાહકો અધિરા છે.

(10:01 am IST)