Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સોનમ કપૂરે તોડ્યો ટ્રાફિક નિયમ :શેર કર્યો VIDEO

પોલીસ કહ્યું આવા સ્ટન્ટ 'રીલ લાઈફ' માં કરવાની પણ પરવાનગી નથી :સોનમે કહ્યું ગાડી ચાલુ નહોતી

 

મુંબઇ: સોનમ કપૂર હાલમાં તેની ફિલ્મ ' જોયા ફેક્ટરી'નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મમાં દલકીર સલમાન અને સોનમ કપૂર સાથે કામ કરી રહ્યાં છે. હાલમાં મુંબઇ પોલીસે સ્ટાર્સની એક વાતે ઝાટકણી કાઢી છે. વીડિયોમાં દલકીર સ્ટીયરિંગ છોડીને ગાડી ચલાવતો નજર આવે છે. સાથે તે મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કરી રહ્યો છે. વીડિયોમાં સોનમ દલકીરને 'weirdo' કહેતી પણ સંભળાય છે.

વીડિયો શેર કરતાં મુંબઇ પોલીસે આવા સ્ટંટ તો ફિલ્મોમાં કે તો રિઅલ લાઇફમાં કરવાની વાત કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યુ છે કે, આવા સ્ટંટથી આપ આપનાં સાથી ચાલકનું જીવન પણ જોખમમાં મુકો છો. અમે તેને 'રીલ લાઇફ'માં પણ કરવાની પરવાનગી આપતા નથી

વીડિયો શેર થયા બાદ સોનમે લખ્યુ કે, આપે જે દરકાર રાખી તે બદલ આભાર, પણ ત્યારે ગાડી ચાલુ હતી. અમે ટ્રક પર હતા મને ખુશી થઇ કે તમે બાબતે તકેદારી દાખવી.આવું નિયમિત થતુ રહે તેવી આશા રાખુ છુ. દરકાર રાખવા બદલ આભા

(10:44 pm IST)