Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

રિચા ચડ્ડા આગામી ફિલ્મ દેવદાસમાં પારોની ભૂમિકા ભજવશે

બોલીવુડ અભિનેત્રી રીચા ચડ્ડા પોતાની આગામી ફિલ્મ દેવદાસમાં પારોની ભૂમિકામાં નજરે પડશે. રીચાએ જણાવ્યુ હતું કે તેને પારોનુ પાત્ર ખૂબ જ પસંદ છે. રીચા અત્યારે પોતાની તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ ફુકરે રીટર્ન્સની સફળતાનો આનંદ લઈ રહી છે ત્યારે દાસદેવ ફિલ્મમાં પોતાના રોલ અંગે તેણે જણાવ્યુ હતું કે, આ પાત્ર પર પહેલા અનેક ફિલ્મો બની ચુકી છે. તેમજ અલગ-અલગ અભિનેત્રીઓ દ્વારા આ પાત્રને ભજવવામાં આવ્યુ છે. પરંતુ આ પાત્રમાં હજી કંઈક એવુ છે કે જેને ભજવવામાં મને મજા આવી રહી છે
આ ફિલ્મની વાર્તા ઉત્તરપ્રદેશની તત્કાલિન રાજનીતિ પર આધારીત છે. ફિલ્મના ડાયરેક્ટર સુધીર મિશ્રા છે, ફિલ્મમાં કામ કરવાને લઈ રીચાએ જણાવ્યુ હતું કે, મને લાગે છે કે તમામ કલાકારોએ એક વખત તો સુધીર મિશ્રા સાથે કામ કરવુ જોેઈએ. કારણકે તેમની પાસેથી ઘણુ બધુ શિખવા મળી શકે છે.

(5:57 pm IST)