Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

આગામી ફિલ્મમાં ઈરફાન ખાન ભજવી શકે છે પોલિટિશિયનનું પાત્ર

મુંબઇ :બોલિવૂડ અને હોલિવૂડ બંનેમાં ઉત્તમ ફિલ્મો કરનારો અભિનેતા ઇરફાન ખાન એની હવે પછીની ફિલ્મમાં એક પોલિટિશ્યનનો રોલ કરશે એવી જાણકારી મળી હતી. આ ફિલ્મને હાલ ધ મિનિસ્ટ્રી ટાઇટલ આપવામાં આવ્યું છે. એની છેલ્લી બંને ફિલ્મો હિન્દી મિડિયમ અને કરીબ કરીબ સિંગલ બોક્સ ઑફિસ પર સારો બિઝનેસ કરી શકી હતી. ઇરફાન મોટે ભાગે કન્ટેન્ટ ઓરિયેન્ટેડ (સારી કથાવસ્તુ ધરાવતી ) ફિલ્મો કરે છે. ધ મિનિસ્ટ્રી વિશે માહિતી આપતાં જાણકાર વર્તુળોએ કહ્યું કે હાલ આપણે ત્યાં જે રાજકીય વાતાવરણ પ્રવર્તે છે અને પાવર કોરિડોરમાં જે પ્રકારે કામકાજ થાય છે એની કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી હશે. એની કથામાં પોતાની જાતને પ્રેમ કરતા એક સ્વકેન્દ્રી અભિનેતાની વાત છે જેને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવવામાં આવે છે.

(5:50 pm IST)