Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

21 ડિસેમ્બરે રિલીઝ થશે નવાઝુદીનની આગામી ફિલ્મનો પ્રથમ લૂક

મુંબઇ :અત્યંત ટેલેન્ટેડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી એની આગામી ફિલ્મમાં શિવસેના પ્રમુખ હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેનો રોલ કરશે એવી જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત આ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક ૨૧ ડિસેંબરે રજૂ કરાશે એવું એમના પ્રવક્તાએે કહ્યુ ંહતું. ફિલ્મના ફર્સ્ટ લૂકના લોંચિંગ માટે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાજર રહેવાના હ ોવાનું પણ રાઉતના આ પ્રવક્તાએ કહ્યું હતું. સંજય રાઉતે રિચર્ડ એટનબરોની ફિલ્મ ગાંધી અને જસ્ટિન ચેડવીકે બનાવેલી નેલ્સન માંડેલાની બાયો-ફિલ્મ જોયા પછી તેમને બાળાસાહેબ ઠાકરેની બાયો-ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હતી એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. તેઓ છેલ્લાં કેટલાંક વર્ષથી આ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા હોવાનું પણ તેમના પ્રવક્તાએ કહ્યુ ંહતું.

(5:50 pm IST)