Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

અનુરાગ બસુએ કેન્સરના અનુભવ વિષે લખી છે સ્ક્રીપ્ટ

મુંબઇ :ટોચના ફિલ્મ સર્જક અનુરાગ બસુએ કહ્યું કે મારા કેન્સરના અનુભવ વિશે મેં એક સ્ક્રીપ્ટ લખી છે. કેન્સર વિશે કેમ ફિલ્મ ન બનાવવી એે પ્રશ્ન મને સતત થતો હતો. 'અગાઉ આ વિષયની ફિલ્મ બનાવતાં હુ અચકાતો હતો કારણ કે ફિલ્મ બનાવતી વખતે મારે કેન્સરને ફરી જીવંત કરીને એનો અહેસાસ કરવો પડે એમ હતું. એ અનુભવ ખરેખર કંપાવી દેનારો હતો. હવે કાં તો હું આ અનુભવને પુસ્તક રૃપે અથવા ફિલ્મ રૃપે રજૂ કરવા માનસિક રીતે તૈયાર થયો છું' એમ અનુરાગે કહ્યું હતું. તેણે વધુમાં કહ્યું કે એક તબક્કે મને એવો વિચાર પણ આવ્યો હતો કે મારા કેન્સરના અનુુભવની ફિલ્મ બનાવીને હું પૈસા કમાવા માગતો હતો કે શું ? આ તો ટ્રેજેડીને જ્યુસ અપ કરવાની વાત હતી. એટલે મેં આ વિચારને બળપૂર્વક દબાવી રાખ્યો હતો.

(5:49 pm IST)