Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સુપર 30ના નિર્દેશક વિકાસ બહલ જ રહેશે: સૂત્રો

મુંબઇ : જાતીય દુરાચારના એક કરતાં વધુ આક્ષેપો થવા છતાં પટણાના ગણિતજ્ઞા આનંદ કુમારની બાયો ફિલ્મ સુપર ૩૦ના ડાયરેક્ટર તરીકે વિકાસ બહલ જ ચાલુ હોવાની જાણકારી મળી હતી.અગાઉ એવા મિડિયા અહેવાલ પ્રગટ થયા હતા કે વિકાસ બહલને સુપર ૩૦ના ડાયરેક્ટર પદેથી ખસેેડવા ખુદ ફિલ્મના હીરો રિતિક રોશને પણ આડકતરી રીતે નિર્માતાઓને જણાવ્યું હતું. આ ફિલ્મ વિકાસને બદલે કબીર ખાન પૂરી કરશે એવું પણ આ અહેવાલોમાં જણાવાયું હતું.પરંતુ લેટેસ્ટ માહિતી એેવી છે કે ફિલ્મ લગભગ પૂરી થઇ ચૂકી છે અને હાલ એડિટિંગના ટેબલ પર છે એટલે પ્રોડયુસર્સ વિકાસને ખસેડવાના મતના નથી.લેખક સંજીવ દત્તા અને ડાયરેક્ટર વિકાસ બહલ જ્યાં છે ત્યાં રહેશે અને હાલ ફિલ્મના એડિટિંગમાં વિકાસ વ્યસ્ત છે. આ તબક્કે એને ખસેડવાથી ફિલ્મને સારું એવું નુકસાન થઇ શકે છે એમ આ ફિલ્મ સાથે સંકળાયેલા એક પ્રવક્તાએ કહ્યું હતું. હાલ વિકાસને ખસેડવામાં નહીં આવે. એની વિરુદ્ધ આક્ષેપોની તડી વરસી રહી હતી ત્યારે પ્રોડયુસર્સ મૌન ધરીને બેઠાં હતા. હવે આક્ષેપોનું વાવાઝોડું પસાર થઇ ચૂક્યું છે ત્યારે પ્રોડયુસર્સ સાજિદ નડિયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ એવા મતના છે કે વિકાસને એનું કામ કરવા દો. આમ ક્રેડિટમાં પણ ડાયરેક્ટર તરીકે વિકાસનું નામ જ આવશે.

(3:47 pm IST)
  • તામિલનાડુ : ‘ગાઝી' વાવાઝોડાથી ૧૧ના મોત access_time 12:56 pm IST

  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST