Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

વધુ એક નાગિનની બોલીવુડમાં એન્ટ્રી: આ અભિનેતાના સાથે જામશે જોડી

મુંબઈ: ટીવી શો નાગિન 3 માં બેલાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સુરભી જ્યોતિ હવે મોટા પડદા પર જોવા મળી રહી છે. સમાચારો અનુસાર સુરભી જ્યોતિ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ 'સોનમ ગુપ્તા બેવફા હૈ' હશે. આ ફિલ્મમાં પંજાબી સિંગર જસ્સી ગિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.તમને જણાવી દઈએ કે આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી હશે. સુરભિ પંજાબી ફિલ્મો ઉપરાંત પંજાબી સિરીઝમાં પણ જોવા મળી છે. પરંતુ તે હિન્દી ટીવી શો 'કુબુલ હૈ' અને 'નાગિન' દ્વારા અભિનેત્રી તરીકે ઓળખાય છે. સુરભીએ વેબ સીરીઝમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે.જસી ગિલ વિશે વાત કરીએ તો તે એક પંજાબી ગાયિકા અને અભિનેતા છે. જસ્સી ગિલ 'હેપ્પી ફિર ભાગ જાયેગી' ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં જસીની સાથે સોનાક્ષી સિંહા, ડાયના પિન્ટી અને જિમ્મી શેરગિલ મુખ્ય ભૂમિકામાં છે.

(5:56 pm IST)