Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અભિષેક અને સૈફે ફિલ્મ છોડ્યા પછી આર. માધવનની એન્ટ્રી થઇ

બંટી ઓૈર બબલી ફિલ્મની સિકવલ ૧૪ વર્ષ બાદ બનાવવા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ૨૦૦૫માં આવેલી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાની મુખર્જી અને અમિતાભ બચ્ચને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ઐશ્વર્યાએ પણ કજરારે કજરારે નામનું આઇટમ સોંગ કર્યુ હતું, જે આજે પણ લોકો સાંભળે છે. આ ફિલ્મની સિકવલ માટૈ અગાઉ અભિષેકની પસંદગી થઇ હતી. પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી. તેણે એમ કહીને ના કહી દીધી હતી કે નિર્દેશન શાદ અલી નથી કરી રહ્યા એટલે પોતે કામ નથી કરવા ઇચ્છતો. બંટી ઓૈર બબલીનું નિર્દેશન શાદ અલીએ કર્યુ હતું. એ પછી સૈફ અલી ખાનની આ ફિલ્મ માટે પસંદગી થઇ હતી. પરંતુ તેણે પણ ફિલ્મ છોડી દીધી હતી. તેનું કારણ સામે આવ્યું નહોતું. હવે સૈફની જગ્યાએ આર. માધવનની પસંદગી થઇ છે. માધવનને સ્ક્રિપ્ટ ગમી જતાં તે ફિલ્મ કરવા તૈયાર થયો છે. ગલીબોય ફેઇમ સિધ્ધાંત ચતુર્વેદી પણ આ ફિલ્મમાં ખાસ ભૂમિકા નિભાવશે. નિર્દેશન વરૂણ વી. શર્મા કરી રહ્યા છે. અભિષેક બચ્ચન પાસે હાલમાં બે ફિલ્મો છે.

(10:05 am IST)