Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

હવે બોલીવુડ રેપિંગની તૈયારીમાં : નવાજુદ્દીન સિદ્દીકે બોલે ચૂડિયા ફિલ્મમાં રેપ સોંગ ગાવાનો પ્રયત્ન કર્યો

નવી દિલ્હી: હેવ ડેબ્યૂ એક્ટર હોય કે સુપરસ્ટાર તમામ તેમની ગીત ગાવાની કુશળતાથી લોકોનો પ્રેમ જીતવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સલમાન ખાન, ઋતિક રોશન, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડા બોલીવુડના તે કલાકારોમાંથી છે. જેમણે રોમેન્ટિક નંબર અથવા ડાન્સ ટ્રેક પર પોતાનો આવાજ આપવા માટે માઇક્રોફોન રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે આખુ બોલીવુડ રેપિંગની તૈયારી કરતું હોવાનું જોવા મળી રહ્યું છે.

નવાજુદ્દીન સિદ્દીકી તેની આગામી ફિલ્મ બોલે ચૂડિયામાં રેપિંગ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ, અભિનેતાના ભાઇ શમાસ નવાબ સિદ્દીકીના નિર્દેશનમાં બનનારી પ્રથમ ફિલ્મ છે. આ વિશે નવાજુદ્દીને કહ્યું કે, હું એક ગાયક નથી, પરંતુ મેં એક રેપ સોંગ ગાવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મના નિર્માતાઓએ તેમને આ કરવા માટે ખુબ જ મનાવ્યા હતા.

નવાજે વધુમાં કહ્યું કે, મને નથી લગાતું કે મારી પાસે ગીત ગાવાની ક્ષમતા છે અને હું સિંગર પર નથી બનવા માગતો. મને લાગે છે કે તે ગીતમાં કેટલાક તત્વો હતા અને તે (તત્વો) ના કારણે, મારો અવાજ ગીત સાથે સુસંગત બન્યો. એવી પણ ચર્ચા છે કે 'હાઉસફુલ 4' માં રેપ સોંગ હશે જે ફિલ્મના મુખ્ય અભિનેતા અક્ષય કુમાર પોતાનો અવાજ આપશે.

આ વચ્ચે ડેબ્યૂ એક્ટર કરણ દેઓલે બોલીવુડમાં એક ડ્યુઅલ શરૂઆત કરી છે, પહેલી અભિનેતા તરીકે અને બીજી એક રેપર તરીકે જોવા મળશે. તેના પિતા તેમજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સની દેઓલે તેની આગામી ફિલ્મ પલ પલ દિલ કે પાસની સાથે લોન્ચ કર્યો છે. જે આ મહિનાની 20 તારીખે રિલીઝ થશે. કરણે આઈએએનએસને જણાવ્યું હતું કે, મેં એક રેપ ગાયું છે, જે ફિલ્મની શરૂઆતના એક ગીતના ભાગ રૂપે ઉપયોગમાં લેવામાં આવશે અને હું તેના વિશે ખરેખર ઉત્સાહિત છું કારણ કે મને રેપ કરવો ગમે છે.

આ ઉપરાંત ઘણા લોકો છે. ઉદાહરણ માટે આમિર ખાને મહિલા સશક્તિકરણ પર બનાવ્યું ધાકડ સોંગમાં તેની રેપ કુશળતાને પ્રદર્શન કર્યું હતું. 2016ની ફિલ્મ દંગલમાં ભલે તેને પ્રદર્શિત કરવામાં આવ્યું ન હતું, પરંતુ ઘણા લોકોએ આ સોંગને પસંદ કર્યું હતું. ફિલ્મમાં તેનું ઓરિજનલ વર્ઝન માટે રેપર રફતારના અવાજથી ઘણી લોકપ્રિયતા મળી હતી.

(5:47 pm IST)
  • ભારે કરી : રેલવે પોલીસને હેલ્પલાઇન નંબર પર આવે છે પિઝ્ઝા -બર્ગર માટે ફોન : સ્ટાફ પિઝા અને બર્ગરની ડિલિવરી કરે છે કે કેમ ? તેવા પુછાય છે સવાલ : રાજધાની દિલ્હીમાં રેલવેને નવી મુશીબત :યાત્રીઓ પિઝા અને બર્ગરની ડિલિવરી માટે કરે છે માંગણી : હેલ્પલાઇન નંબરમાં 80 ટકાથી વધુ ફોન પીઝા અને બર્ગર માટે આવે છે : મોબાઈલ રિચાર્જ માટે પણ કરાઈ છે પૂછપરછ access_time 12:53 am IST

  • દિલ્હીના ૩૧ માર્ચ ૧૯૯૭ ના ચકચારી કનોટ પ્લેસ નકલી એન્કાઉન્ટર કેસ, જેમાં 2 ઉદ્યોગપતિઓની સરાજાહેર હત્યા કરાય હતી, તેમાં તત્કાલીન એસીપી સત્યવીર રાઠી સહિત સમગ્ર પોલીસ ટીમને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ! access_time 12:20 pm IST

  • સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લાની મુક્તિ ને લઈ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ ફટકારી : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી એમડીએમકે ચીફ વાયકો સહિતના અનેક નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધ અરજી કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વાયકોની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ પાઠવી છે. જોઈએ તો વાયકોએ પોતાની અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રીય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લાનો સંપર્ક થઈ શકતો નથી, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. access_time 12:13 pm IST