Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

હટ જા બાબૂ આયા રાજૂ

સારા અલી ખાન અને વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર-૧નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેમાં બંને આકર્ષક ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. વરૂણ કૂલીના ગેટઅપમાં છે તો સારા સેલિબ્રિટી લૂકમાં છે. વરૂણે પોસ્ટર પોસ્ટ કરીને લખ્યું હતું કે સારા તેરા બર્થ ડે આયા, મૈં તેરે લિયે પોસ્ટર લાયા. બીજા એક પોસ્ટરમાં વરૂણ એકલો છે અને સામાન હેરફેરની ગાડી પર ઉભેલો દેખાય છે. આ પોસ્ટર સાથે વરૂણે લખ્યું હતું કે-કૂલી નંબર ૧...હટ જા બાબૂ આયા રાજૂ. નિર્દેશક ડેવિડ ધવનની આ ૪૫મી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાનીનું છે. ૧૯૯૫માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ કૂલી નંબર-૧ની આ રિમેક છે. એ ફિલ્મનું નિર્દેશન પણ ડેવિડે જ કર્યુ હતું. તેણે ગોવિંદા સાથે મળી અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. વરૂણ-સારાની રિમેક આવતા વર્ષે પહેલી મેના દિવસે રિલીઝ થશે.

(9:59 am IST)