Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મદાલશા શર્માને મળ્યો ટીવી શોમાં કાવ્યાનો રોલ

મિથુન ચક્રવર્તિની પુત્રવધુ મદાલશા શર્મા ટીવી પરદે આવી રહી છે. તેને સ્ટાર પ્લસના શો અનુપમાં ખાસ રોલ મળ્યો છે. મદાલશા અગાઉ અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. રૂપાલી ગાંગુલીના શો અનુપમાં તે જોવા મળવાની છે. એક ચર્ચા હતી કે મદાલશા અદિતી ગુપ્તાને રિપ્લેસ કરી તેનો રોલ નિભાવશે. પરંતુ મદાલશાએ સ્પષ્ટતા કરી છે કે આ શોમાં કામ મળતાં હું ખુશ છું. હું ઘણા સમયથી રાજન શાહી સાથે કામ કરવા ઇચ્છતી હતી અને મને આ ઓફર મળી ગઇ હતી. મારી ટીવી પરદે આ શરૂઆત છે. પ્રતિષ્ઠીત બેનર સાથે કામ મળતાં મારા માટે સન્માનની વાત છે. મદાલશાએ કહ્યું હતું કે લોકો મને કાવ્યાના પાત્રમાં જોઇ શકશે. અદિતીએ તબિયત સારી નહિ હોવાથી શો છોડી દીધો હતો. મારું પાત્ર સાવ નવુ જ છે. લોકોને આ પાત્ર પહેલી જ વખત જોવા મળવાનું છે. કાવ્યા એક બિઝનેસ વુમન છે. તેના અનેક શેડ્સ જોવા મળવાના છે. દર્શકોને આ પાત્ર ખુબ જ ગમશે તેવો મને વિશ્વાસ છે.

 

(10:15 am IST)