Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઇરફાન ખાને શેર કરી નવી તસ્વીરઃ દેખાયો કમજોર

ઇરફાન ખાન હાલમાં લંડનની એક હોસ્પિટલમાં ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમરની સારવાર લઇ રહ્યો છે. ઇરફાને ટ્વિટર પર એક ફોટો જ શેર કર્યો છે જેમાં તે ખૂબ જ નબળો, પરંતુ ખુશ મિજાજ દેખાઇ રહ્યો છે. ટ્રિટમેન્ટને તે પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યો છે. ઇરફાનના ટ્વિટર પરના પ્રોફાઇલ પિકચરમાં તેણે પીળા રંગનું ટી-શર્ટ પહેર્યુ છે. તે એક બારી પાસે ઊભેલો દેખાય છે. ૫૧ વર્ષનો આ અભિનેતા ટ્વિટર પર પોતાની ફિલ્મ 'કારવા'નું પણ પ્રમોશન કરતો રહે છે. તેની ફિલ્મ 'કારવા'૩ ઓગસ્ટે રિલીઝ.

(4:20 pm IST)