Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મિસ્ટર એન્ડ મિસિસ માહીનું પોસ્ટર રિલીઝ: ફિલ્મ મહેન્દ્ર સિંહ ધોની પર આધારિત ફિલ્મ

મુંબઈ: જ્હાનવી કપૂર અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'નું વધુ એક નવું પોસ્ટર સામે આવ્યું છે. આ ફિલ્મ મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત છે.રવિવારે જ્હાન્વી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટરમાં ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. હવે સોમવારે રિલીઝ થયેલા આ પોસ્ટરમાં જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ ઉભા જોવા મળી રહ્યા છે. જર્સી પર 'મહિમા' અને 'મહેન્દ્ર' લખેલું જોવા મળે છે. આ સાથે જર્સી પર 7 નંબર પણ લખવામાં આવ્યો છે. પોસ્ટરમાં બંનેએ પોતાના હાથ ઉપરની તરફ ઉભા કર્યા છે.

(6:05 pm IST)