Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

બોલીવુડમાં અમિતાભ બચ્ચનની સિલ્વર જ્યુબલી

મુંબઇ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શુક્રવારે ૧૫ ફેબુ્રઆરીએ બોલિવૂડમાં કારકિર્દીના પચાસ વર્ષ પૂરાં કર્યાં હતાં. જો કે પુલવામાની ઘટનાના પગલે તેઓ પોતાની સિદ્ધિની ઊજવણી કરવાના નથી.૧૯૬૦ના દાયકામાં ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીની ચિઠ્ઠી લઇને મુંબઇ આવેલા અમિતાભને પહેલી તક   ખ્વાજા અહમદ અબ્બાસે સાત હિન્દુસ્તાનીમાં આપી હતી. પછી પણ તેમણે ડઝનેક ફિલ્મો કરી હતી જે મોટે ભાગે ફ્લોપ નીવડી હતી. ઋષીકેશ મુખરજીની આનંદમાં ત્યારના સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે બંગાળીભાષી ડૉક્ટરનો રોલ કર્યા બાદ એમના અભિનયની નોંધ લેવાતી થઇ હતી.પ્રકાશ મહેરાની ફિલમ જંઝિરથી અમિતાભ ઊંચકાયા હતા અને એંગ્રી યંગ મેન તરીકે ડઝનેક ફિલ્મો કરી હતી જેમાં મુકદ્દર કા સિકંદર, ડૉન, નટવરલાલ, અમર અકબર એન્થની, નસીબ, વગેરે ફિલ્મોનો સમાવેશ થયો હતો.મનમોહન દેસાઇની કૂલી ફિલ્મના એક એક્શન શોટ દરમિયાન અમિતાભને ગંભીર ઇજા થઇ હતી અને દેશભરમાં એની લોકપ્રિયતા કેટલી હદે છે એનો પુરાવો મળ્યો હતો. લાખો લોકોએ અમિતાભ માટે પ્રાર્થના કરી હતી અને ખુદ વડા પ્રધાન ઇંદિરા ગાંધી એમના ખબર અંતર પૂછવા મુંબઇ આવ્યાં હતાં.ઇજામાંથી ઊગર્યા બાદ અમિતાભ ફરી એક્ટિવ થયા હતા. જો કે છેલ્લાં થોડાં વરસથી પોતાની ઉંમરને અનુરૂપ પોલ કરે છે. તેમની છેલ્લી કેટલીક ફિલ્મો ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી. એવી ફિલ્મોમાં યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાનનો સમાવેશ થયો હતો. હાલ અમિતાભ તાપસી પન્નુ સાથે બદલા ફિલ્મ કરી રહ્યા છે જે શાહરુખ ખાનના રેડ ચીલીઝ બેનર તળે બની છે.

 

 

(6:20 pm IST)