Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

18 માર્ચે ફ્લોર પર જશે મર્દાની-2

મુંબઇ :  અભિનેત્રી રાની મુખર્જીને વીર પોલીસ અધિકારીના રોલમાં રજૂ કરતી ફિલ્મ મર્દાનીની સિક્વલ માર્ચની ૧૮મીએ ફ્લોર પર જશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.યશ રાજ નિર્મિત ઓરિજિનલ ફિલ્મ મર્દાની ૨૦૧૪માં રજૂ થઇ હતી અને હિટ નીવડી હતી. ફિલ્મમાં રાનીએ મુંબઇ પોલીસની એક બિનધાસ્ત મહિલા અધિકારી પરથી શિબાની શિવાજી રોય નામની મહિલા પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો.સિક્વલમાં રાની પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ૨૧ વર્ષની વયના એક વિલન સાથે જંગ લડશે એમ જાણવા મળ્યું હતું. વિલન ખૂંખાર અને દયાહીન છે. રાની હવે ઇન્સ્પેક્ટર મટીને સુપરિન્ટેન્ડન્ટ થઇ છે અને વિલન સામે બહાર પડે છે. ફિલ્મનું પહેલું શિડયુલ મુંબઇનું છે અને બહુ લાંબું નથી એવી માહિતી ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે આપી હતી. સૂત્રે કહ્યું કે આખી સ્ક્રીપ્ટ એવી સચોટ છે કે ઓડિયન્સ પોતાની સીટ પર જકડાઇ જશે. ઊભા થવાની ઇચ્છા નહીં થાય.મૂળ ફિલ્મ રાનીના પતિ યશ રાજના હાલના કર્ણધાર આદિત્ય ચોપરાએ બનાવી હતી અને પ્રદીપ સરકાર એના ડાયરેક્ટર હતા. ફિલ્મે બોલિવૂડને એક નવો વિલન તાહિર રાજ આપ્યો હતો.ઓરિજિનલ ફિલ્મના લેખક ગોપી પુથરન સિક્વલથી સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે પદાર્પણ કરી રહ્યા છે. નિર્માતા બેશક આદિત્ય ચોપરા રહેશે. આથી વધુ વિગતો હાલ જાહેર કરાઇ નહોતી.

 

(6:19 pm IST)