Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ખતરનાક ખલનાયક બનશે નવાજુદ્દિન

નવાજુદ્દિન સિદ્દીકી દમદાર રોલ માટે જાણીતો છે. હવે તે ફરી એકવાર ખતરનાક ખલનાયક બનવાનો છે. તેના વિલનના રોલ પૈકીના અમુક રોલ એવા હતાં કે લોકો એવું સમજવા માંડ્યા હતાં કે તે અસલી જિંદગીમાં પણ વિલન જેવો છે. હિન્દી ફિલ્મોમાં મોટે ભાગે હિરોને વિલન કરતાં વધુ તાકતવાન બતાવાય છે. પણ હવે વિલન પણ જોરદાર ટક્કર જીલતા થયા છે.  નવાજુદ્દિન શાહરૂખ સાથેની ફિલ્મમાં પોલીસ ઓફિસર બની ચુકયો છે. હવે તે ફરી એકવાર નેગેટિવ રોલ નિભાવશે. આ રોલ એટલો ખતરનાક છે કે તે ટોપ વિલનના લિસ્ટમાં સામેલ થઇ શકે તેમ છે. જિનીયસ નામની આ ફિલ્મમાં નવાજુદ્દિન વિલન બન્યો છે. અગાઉ ગૈંગ્સ ઓફ વાસેપુર, બદલાપુર, રમન રાઘવ અને કિકમાં તે નેગેટિવ રોલ નિભાવી ચુકયો છે. હવે તે  ખૂંખાર વિલન બનીને આવશે. આ ફિલ્મનો હીરો ફિલ્મકાર અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા છે.

(10:06 am IST)