Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

અર્જૂન - પરિણીતીની કેમીસ્ટ્રીથી મનનને અત્યંત ખુશી

અર્જૂન કપૂર અને પરિણીતી ચોપડાએ ઇશ્કજાદે ફિલ્મથી સાથે જ કારકિર્દી શરૂ કરી હતી. આ બંનેની જોડી દર્શકોને ખુબ ગમે છે. ફરીથી બંને સાથે કામ કરી રહ્યા છે. વિપુલ શાહ આ જોડીને લઇને નમસ્તે ઈંગ્લેન્ડ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં સંગીતકાર મનન શાહ છે. ફિલ્મ માટે સોૈથી પહેલા મનન શાહે એક બે નહિ ચાર ગીતો કમ્પોઝ કરી લીધા છે. મનન પોતાના આ ગીતોથી જેટલો ઉત્સાહિત છે તેના કરતાં વધુ ખુશ તે અર્જૂન અને પરિણીતીની દમદાર કેમીસ્ટ્રીને કારણે છે.  મનન અર્જૂન અને પરિણીતીના વખાણ કરતાં થાકતો નથી. ગીતોમાં સુફી, રોમાન્સ અને દુખનો જબરદસ્ત તાલમેલ છે. નમસ્તે ઇંગ્લેન્ડનું શુટીંગ યુ.કે., ફ્રાન્સ, સ્વિટઝરલેન્ડ અને બેલ્જિયમ ઉપરાંત મુંબઇમાં થશે. સંદિપ ઓૈર પિન્કી ફરાર નામની ફિલ્મમાં પણ આ બંનેની જોડી દર્શકોને જોવા મળશે.

(10:06 am IST)