Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સુપરહીરો રણબીર સામે સુપરવિલન સૌરવ ગુર્જર

વર્ષ ૨૦૧૯ની મોટી ફિલ્મોમાં ધર્મા પ્રોડકશનનીફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ સામેલ છે. અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અભિનીત આ ફિલમનું નિર્દેશન અયાન મુખર્જી કરે છે. ફિલ્મ હાલમાં જ ફલોર પર આવી ગઇ છે. હવે આ ફિલ્મ માટે વિલન પણ નક્કી કરી લેવાયો છે. ટીવી સ્ટાર સૌરવ ગુર્જરને આ ફિલ્મમાં વિલનનો રોલ અપાયો છે. સોૈરવે મહાભારત નામના ટીવી શોમાં ભીમનું પાત્ર ભજવ્યું હતું. હવે સુપરહિરો ફિલ્મ બ્રહ્માસ્ત્ર થકી તે ફિલ્મમાં એન્ટ્રી કરી રહ્યો છે. બોલીવૂડમાં પહેલીવાર એવું થશે જ્યારે એક ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે. કરણ જોહરનો આ મહાત્વાકાંક્ષી પ્રોજેકટ છે. આ ફિલ્મ કાલ્પનિક, એડવેન્ચરથી ભરપુર લવસ્ટોરી છે. રણબીર કપૂર સુપર હીરો બન્યો છે. આલિયા તેની પ્રેમિકાના રોલમાં છે. ૨૦૧૯માં કરણની આ ફિલ્મ રિલીઝ થશે. એ પછી બે બે વર્ષના ગાળામાં બીજા બે ભાગ રિલીઝ થશે.

(10:05 am IST)